________________
ગુરુનું માહાસ્ય હોય તો એ હીલના કરી બેસે છે. અહીં એ કહે છે કે કોઈ વધુ જ્ઞાન વિનાના હોય, પણ વધુ ઉંમરવાળા હોય, કોઈ નાના હોય પણ વધુ જ્ઞાનવાળા હોય...મોટી ઉંમરમાં એ પાછા અલ્પજ્ઞાનવાળા બનવાના હોય...આ બધું તો કર્મની વિચિત્રતાથી ચાલ્યા જ કરવાનું.
શિષ્ય એટલું જોવાનું કે નાના કે મોટા, અલ્પજ્ઞાની કે વધુન્નાની મારા ગુરુ સર્વથા જ્ઞાનાચારાદિથી સંપન્ન છે કે નહિ? એ સંગ્રહાદિગુણોમાં સક્ષમ છે કે નહિ?...એ હોય તો એમની હીલના ન કરવી....) (૯/૧/૩)
નાના ગુરુની હલનાનાં દોષને વિશેષથી બતાવે છે કે
ગાથાર્થ - જેઓ સાપને નાનો જાણીને આશાતના કરે, તે તેમના અહિત માટે થાય. તેમ આચાર્યની પણ હલના કરતો મંદ નક્કી જાતિપથને પામે છે. (૯/૧/૪)
ટીકાર્ય - કોઈક અજ્ઞાની માણસ સાપને બાલ છે એમ જાણીને કિલિંચ (લાકડાનો ટુકડો....)થી એની કદર્થના કરે, તો પરેશાન કરાતો સર્પ તે કદર્શકના અહિતને માટે થાય છે. તે સાપ ભક્ષણ દ્વારા = ડંખ દ્વારા પ્રાણનાં નાશ માટે થાય છે.
આ દષ્ટાન્ત છે. અર્થનો ઉપનય આ પ્રમાણે કરવો –
એ પ્રમાણે કારણસર નાની ઉંમરના જ ગુરુ સ્થપાયેલા હોય તો એવા નાના આચાર્યની પણ હીલના કરતો અજ્ઞાની જીવ સંસારમાં બે ઇન્દ્રિયાદિ જાતિઓનાં માર્ગમાં ભમે છે. (૯/૧/૪)
અહીં જ દષ્ટા અને દાષ્ટ્રન્તિકમાં મોટું અંતર છે એ કહે છે કે –
ગાથાર્થ - અત્યંત રુષ્ટ સર્પ જીવનાશથી વધુ શું કરે? અપ્રસન્ન આચાર્ય તો આશાતનાથી અબોધિ કરે. મોક્ષ ન થાય. (૯/૧/૫)
ટીકાર્ય - સાપ પણ અત્યંત વધારે ગુસ્સે થયેલો હોય તો પણ મૃત્યુ સિવાય બીજું શું કરવાનો? કંઈ જ નહિ. જ્યારે પૂજનીય આચાર્ય જો હીલનાને લીધે અકૃપા કરવામાં પ્રવર્તેલા થાય, તો એ શિષ્યને અબોધિ કરે.
પ્રશ્નઃ ગુરુ શિષ્યને બોધિ-અભાવ કરી આપે એમ?
ઉત્તરઃ (ગુરુ કંઈ એવા ખરાબ ભાવવાળા નથી, પરંતુ) ગુરુ નિમિત્તકારણ તરીકે શિષ્યને મિથ્યાત્વની સંમતિ = મિથ્યાત્વનો સમૂહ કરી આપે છે. શિષ્ય ગુરુની આશાતના દ્વારા મિથ્યાત્વ બાંધે. એટલે એમ કહેવાય કે ગુરુ તેને મિથ્યાત્વસંતતિ કરાવનારા બન્યા. (પણ એ નિમિત્ત રૂપે...સાક્ષાત્ કર્તારૂપે નહિ..)