________________
૭૨
ગુરુનું માહાભ્ય અને એક ગુરુની આશાતનામાં તમામે તમામ ગુરુઓની આશાતના ગણાય એટલે એ દષ્ટિએ અહીં બહુવચનનો પ્રયોગ કરેલો છે. (ગુરુવ્યક્તિઓ લાખો છે, પણ તમામ ગુરુઓમાં ગુરુત્વની સ્થાપના એક છે, એટલે એક વ્યક્તિમાં ગુરુત્વસ્થાપનાનું અબહુમાન વસ્તુતઃ સઘળી વ્યક્તિમાં ગુરુત્વસ્થાપનાનું અબહુમાન ગણાઈ જાય...)
અથવા તો
આ હીલના કરનારા સાધુઓ ગુરુસંબંધી આશાતના કરે છે એટલે કે પોતાના સમ્યગ્દર્શનાદિ ભાવોની હાનિ થવા રૂપ આશાતના કરે છે. પોતાના જ ગુણોનો નાશ એ આશાતના, પણ એ ગુરુના નિમિત્તે થાય છે, માટે એ ગુરુસંબંધી આશાતના કહેવાય. (૯/૧/૨)
તેથી ગુરુ હીલના કરવા યોગ્ય નથી, કહ્યું છે કે -
ગાથાર્થ - ટીકાર્થ - ગાથામાં વિક્ર શબ્દ છે, એનો અર્થ “કેટલાક વયોવૃદ્ધો એમ લેવાનો. એના પછી આપ પણ સમજવાનો. એટલે આ પ્રમાણે અર્થ થશે કે કેટલાક વયોવૃદ્ધ હોય તો પણ સ્વભાવથી કર્મની વિચિત્રતાને લીધે સદ્બુદ્ધિરહિત પણ હોય છે. (એટલે “મારા ગુરુ નાના છે, માટે મંદ છે.” ઈત્યાદિ ન વિચારવું, કેમકે મોટાઓ પણ મંદ પણ સંભવે જ છે.) - તથા બીજાઓ ઉંમરથી પરિણત નથી, નાના છે, તેઓ અમંદ હોય છે. (એટલે ઉંમરને મંદતા સાથે સંબંધ નથી...) અહીં ગમખ્વા મવતિ એ લખેલું નથી, એ બહારથી જોડી દેવું.
પ્રશ્નઃ એ નાનાઓ કેવા વિશિષ્ટ છે?
ઉત્તર : જેઓ મૃતથી અથવા બુદ્ધિભાવથી સુંદરપ્રજ્ઞાવાળા છે. તેઓ ભવિષ્યની અપેક્ષાએ અલ્પશ્રુતવાળા છે. (આશય એ છે નાનાઓ અત્યારે શ્રુતાદિસંપન્ન હોય, પણ ભવિષ્યમાં એ જ અલ્પશ્રુત બની જાય...)
પણ આ બધા જો સર્વથા જ્ઞાનાદિઆચારવાળા હોય, સંગ્રહ-ઉપગ્રહ વગેરે ગુણોમાં ભાવપ્રધાન રીતે સ્થિર થયેલો છે આત્મા જેમનો એવા તેઓ હોય...તો તેવા ગુરુઓ હીલના કરવા જેવા નથી. (શિષ્યાદિને ઉત્પન્ન કરવા એ સંગ્રહ અને એમને વસ્ત્રાદિ સામગ્રીઓ પૂરી પાડીને પોષવા એ ઉપગ્રહ....)
આ એવા ગુરુઓ છે કે જે હીલના કરાયેલા છતાં અગ્નિ જેમ લાકડાના સમૂહને બાળે એમ જ્ઞાનાદિગુણોના સંઘાત = સમૂહને ખતમ કરી દે.
(સાર એમ જણાય છે કે મોટી ઉંમર, વધુ જ્ઞાન - આ બે ગુણો શિષ્ય જુએ છે. અભાવ