________________
ગુરુનું માહાભ્ય
આમ આ રીતે ખંભાદિના કારણે ગુરુ પાસે સાધુ વિનય ન શીખે.
બીજાઓ આ પ્રમાણે પાઠ માને છે કે, “ગુરુ પાસે વિનયમાં ન વર્તે.” એટલે કે વિનયને ન સેવે.
અહીં તે જ વિનયશિક્ષામાં વિપ્નનું કારણભૂત ખંભાદિ તે જડમતિવાળાને અભૂતિભાવ છે. ભૂતિ = સંપત્તિ, અભૂતિ = અસંપત્તિ. તેનો ભાવ છે.
પ્રશ્ન : ખંભાદિ અસંપત્તિભાવરૂપ શા માટે ? ઉત્તરઃ કેમકે ખંભાદિકષાયો ગુણરૂપી ભાવપ્રાણના વિનાશ માટે થાય છે.
દૃષ્ટાન્ત કહે છે કે જેમ વંશનું ફલ વંશના વધ માટે થાય, કેમકે વંશને ફલ આવે એટલે વંશનો નાશ થાય છે, તેમ સમજવું. (૯/૧/૧)
ગાથાર્થ - ટીકાર્ય - જે કોઈક દ્રવ્યસાધુ, અગંભીર જીવો છે. તેઓ પોતાના ગુરુને મંદ તરીકે જાણીને....
પ્રશ્નઃ ગુરુ મંદ શી રીતે?
ઉત્તર ઃ ક્ષયોપશમની વિચિત્રતાના કારણે એવું બને કે ગુરુ શાસ્ત્રની યુક્તિઓની વિચારણા કરવામાં અસમર્થ હોય, સુંદર પ્રજ્ઞા વિનાના હોય...આથી એ મંદ ગણાય.
તથા કોઈક કારણસર નાની ઉંમરવાળા સાધુને ગુરુ તરીકે સ્થાપેલા હોય, તો એ શિષ્ય નાની ઉંમરવાળા ગુરુને “આ તો સાવ નાના છે” એમ જાણીને...
તથા એ આગમોને ભણેલા નથી એમ જાણીને...
જે શિષ્યો આ બધું જાણીને સૂયાથી (કટાક્ષથી) કે અસૂયાથી ગુરુની હલના કરે. એમાં સૂયાથી આ પ્રમાણે કે, “તમે તો વધુ પ્રજ્ઞાવાળા છો, વયોવૃદ્ધ છો, બહુશ્રુત છો.”
અસૂયાથી આ પ્રમાણે કે, “તમે મંદપ્રજ્ઞાવાળા છો, નાના છો, અલ્પશ્રુત છે...”
ગુરુની હલના ન કરવી જોઈએ” આ પ્રકારના તત્ત્વને ઊંધી રીતે જાણતા તે દ્રવ્ય સાધુઓ ગુરુઓની = આચાર્યોની આશાતના કરે છે. આશાતના એટલે લઘુતાનું આપાદન. (મહાન એવા ગુરુને હલકા ચીતરવા.)
પ્રશ્નઃ કોઈપણ સાધુના ગુરુ તો એક જ હોય, તો અહીં ગુરુઓમાં એમ બહુવચનપ્રયોગ શા માટે કર્યો?
ઉત્તરઃ ગુરુની સ્થાપનાનું એણે બહુમાન ન કરવા દ્વારા એક ગુરુની આશાતના કરી,