________________
૭૦
ગુરુનું માહાભ્ય ગુરુવચન સ્વીકાર્યું. (૯૩૨-૯૩૩-૯૩૪)
કરવા યોગ્ય અને નહીં કરવા યોગ્ય બધું ગુરુમહારાજ જાણે છે. તેથી વિનયની પ્રાપ્તિ માટે શ્વાસોચ્છવાસ વગેરે (વારંવાર કરવા યોગ્ય કાર્યો) સિવાયના કાર્યો ગુરુને પૂછ્યા વિના કરવાનો નિષેધ કર્યો છે. (૩૪૬૪)'
(સટીક વિશેષાવશ્યકભાષ્યના શાહ ચુનીલાલ હકમચંદ કૃત ભાવાનુવાદમાંથી સાભાર) યતિશિક્ષાપંચાશિકામાં કહ્યું છે -
“આચારાંગના પહેલા સૂત્રમાં સ્પષ્ટ રીતે ગુરુસેવા જ કહી છે. એમ જાણીને હે પંડિત ! તું શા માટે પોતાના ગુરુની સેવામાં સીદાય છે? (૫)
શ્રીશäભવસૂરિરચિત દશવૈકાલિકસૂત્રમાં અને શ્રીહરિભદ્રસૂરિરચિત તેની વૃત્તિમાં કહ્યું છે –
ગાથાર્થ - “માનથી, ક્રોધથી, માયા કે પ્રમાદથી ગુરુ પાસે વિનય ન શીખે. તેનો તે જ અભૂતિભાવ છે. જેમ કીચકનું ફળ વધને માટે થાય છે. (૯/૧/૧)
ટીકાર્ય - જાતિ, કુળાદિ નિમિત્તથી ઉત્પન્ન થયેલા અભિમાનથી કે અક્ષમા સ્વરૂપ ક્રોધથી, કપટથી કે નિદ્રાદિ પ્રમાદથી જે સાધુ આચાર્યાદિ ગુરુની પાસે વિનયને = આસેવનાશિક્ષાના ભેદોથી જુદા જુદા વિનયને ગ્રહણ કરતો નથી...
તેમાં અહંકારથી “હું જાત્યાદિવાળો શી રીતે જાત્યાદિહીનની પાસે શીખું?”
એમ ક્રોધથી આ પ્રમાણે કે કોઈક બાબતમાં સાધુએ ખોટું કર્યું અને ગુરુએ ઠપકો આપેલો હોય તો એ સાધુ ગુરુ પાસે પ્રણાદિ શિક્ષા ન લે. અથવા તો બીજા કોઈ કારણસર રોષ થવાથી એ શિક્ષા ન લે.
માયાથી આ પ્રમાણે કે, “મને શૂળ થાય છે” એ બહાનાથી શિક્ષા ન લે.
પ્રમાદથી આ પ્રમાણે કે, “પ્રસ્તુતમાં ઉચિત શું છે? એ નહિ જાણતો તે ઊંઘ વગેરેના વ્યાસંગથી (નિદ્રામાં લીનતા દ્વારા) શિક્ષા ન લે.” (અત્યારે મારે ગુરુ પાસે શિક્ષા લેવી ઉચિત છે...એ બધું ન સમજે અને ઊંઘ વગેરેમાં જ મસ્ત રહે..)
અહીં માન, ક્રોધ વગેરે ક્રમે ઉપન્યાસ આ રીતે જ આ માનાદિની વિનયવિજ્ઞહેતુતાને આશ્રયીને પ્રધાનતા બતાવવા માટે કરેલો છે. (માન વિનયમાં વિઘ્ન કરનાર સૌથી પ્રધાન કારણ છે. ક્રોધ એના કરતાં નાનું કારણ...એમ નિદ્રા સૌથી ગૌણ કારણ...)