________________
ગુરુનું માહાત્મ્ય
‘ગુરુને થયેલા સંતોષથી, ગુરુભક્તિથી અને ગુરુવિનયથી શિષ્ય વિવિધ ઇચ્છિત સૂત્ર-અર્થનો પાર જલ્દી પામે છે. કારણ કે આ જ વિધિથી (જ્ઞાનાવરણીય વગેરે) કર્મોનો ક્ષય થાય છે. ભક્તિ એટલે બાહ્ય સેવા. વિનય એટલે આંતરિક રાગ. (૧૦૦૮)’
૬૮
ગચ્છાચારપયજ્ઞામાં અને તેની વૃત્તિમાં કહ્યું છે –
‘ગુરુએ કારણે કે કારણ વિના કઠણ, કર્કશ, દુષ્ટ, નિષ્ઠુર વાણીથી કંઈક કરવા માટે કે ન કરવા માટે કહ્યું હોય ત્યારે ‘આપ જે રીતે જે કહો છો તે રીતે જ તે છે’ એમ જે ગચ્છમાં શિષ્યો કહે છે તે ગચ્છ છે એમ તીર્થંકરો અને ગણધરો વગેરે કહે છે. ઘંટાલાલાન્યાયથી ‘કહે છે’ ક્રિયાપદનો અહીં પણ સંબંધ થાય છે. ગાથા છંદ છે. (૫૬)’
શ્રીજિનભદ્રગણિક્ષમાશ્રમણરચિત વિશેષાવશ્યકભાષ્યમાં અને મલધારી શ્રીહેમચન્દ્રસૂરિજીરચિત તેની વૃત્તિમાં કહ્યું છે -
‘માત્ર ગુરુચિત્તઉપક્રમ (ગુરુના ભાવ જાણવા) વ્યાખ્યાનનું પ્રથમ અંગ છે, એટલું જ નહીં પરંતુ શાસ્ત્રો વગેરેનાં ઉપક્રમ-પુસ્તક-ઉપાશ્રય-આહાર-વસ્ત્ર-પાત્ર વગેરે સહાયક કારણો પણ વ્યાખ્યાનના જે અંગો છે, તે સર્વ ગુરુની પ્રસન્નતાને આધીન છે. તેથી જેમ ગુરુ પ્રસન્ન થાય તેમ શિષ્ય કરવું જોઈએ એમ બતાવતાં કહે છે -
ગુરુનું મન ત્યારે ખૂબ પ્રસન્ન થાય છે જ્યારે ઈંગિત અને આકાર વગેરેને જાણનારો શિષ્ય ગુરુચિત્તોપક્રમને અનુકૂળ રીતે પ્રવૃત્તિ કરે. માટે ગુરુના ચિત્તનો ઉપક્રમ અહીં અપ્રસ્તુત નથી, એમ કહેવાનો ભાવ છે. (૯૩૧)
ગુરુનું ચિત્ત પ્રસન્ન કરવા ઉપાયો કહે છે –
ગુરુ મહારાજ જે પ્રકારે કરણ-વિનય-અનુવૃત્તિઆદિવડે પ્રસન્ન થાય, તેમ શિષ્ય કરવું જોઈએ, કારણ કે શિષ્યને તે જ ગુરુઆરાધનાનો નિર્વિઘ્ન માર્ગ છે. કરણ એટલે ગુરુએ કરેલા આદેશનું પાલન કરવું. વિનય એટલે સામે જવું, આસન આપવું, સેવા કરવી, હાથ જોડવા, પાછળ જવું વગેરે. અનુવૃત્તિ એટલે ઇંગિત વગેરેથી ગુરુના મનને જાણીને તેને અનુકૂળ રીતે વર્તવું. આકાર અને ઈંગિતમાં કુશળ એવા શિષ્યને જો ગુરુમહારાજ ‘કાગડો સફેદ છે’ એમ કહે, તો પણ તેમનું તે કથન મિથ્યા ન કરે, પરન્તુ એકાન્તમાં તેનું કારણ પૂછે. રાજાના કહેવાથી ગુરુએ શિષ્યને કહ્યું કે, ‘ગંગા કઈ તરફ વહે છે ?’ શિષ્યે તે સાંભળીને ગુરુએ કહ્યું તે જ પ્રમાણે સર્વ કાર્ય કર્યું. તેમ બધા કાર્યોમાં કરવું. આ ત્રીજી ગાથાનો શબ્દાર્થ છે.
ભાવાર્થ તો કથાનકથી કહેવાય છે - કાન્યકુબ્જ નગરમાં (કનોજમાં) કોઈક રાજાએ કોઈ આચાર્ય સાથે વાતચીત કરતાં કહ્યું, ‘મહારાજ ! અમારા રાજપુત્રો વિનીત હોય છે’