________________
ગુરુનું માહાભ્ય (૪/૧૬૦)”
(સટીક ગુરુતત્ત્વવિનિશ્ચયના આ. શ્રીરાજશેખરસૂરિજી મ. કૃત ભાવાનુવાદમાંથી સાભાર)
શ્રીશ્રીધરવિરચિત-ગુરુસ્થાપનાશતકમાં કહ્યું છે
જે ગુરુની આજ્ઞાથી ભ્રષ્ટ થઈને લાંબા કાળ સુધી પણ તીવ્ર તપ કરે છે ફૂલવાલકની જેમ તેનો ધર્મ નાશ પામે છે અને તે દુર્ગતિને પામે છે. (૭૬) પોતાના ગુરુના વચનની અવગણના કરનારો સૂત્ર-અર્થને જાણતો હોવા છતાં અને અગિયાર અંગોમાં હોંશિયાર હોવા છતાં પણ જમાલીની જેમ સંસારમાં દુઃખ પામે છે. (૭૭) હાલ સારા ગુરુઓ વિના છદ્મસ્થ જીવોને કોઈ આધાર નથી, કેમકે સાધુ ભગવંતોના વિરહમાં શ્રાવકો પણ મિથ્યાત્વી થયા. (૭૮) મનુષ્યોએ ઘણો ઉદ્યમ કરીને મેળવેલી વિદ્યા પણ ગુરુનો અપલાપ કરવાથી (ગુરુને છુપાવવાથી) રથનૂપુરના શ્રેષ્ઠ મલ્લની જેમ અનર્થોનું કારણ થાય છે. (૮૪)'
મહોપાધ્યાયશ્રીઇન્દ્રરંસગણિવિરચિત-ઉપદેશકલ્પવલ્લીમાં કહ્યું છે -
“વચનરસરૂપી કલ્પવૃક્ષને ઉત્પન્ન થવા માટે મેરુપર્વત સમાન, જેમનું મન શાસ્ત્રો અને આગમોની વાણીના પાનરૂપી દીવાથી પ્રકાશિત છે, જુદા જુદા દેશમાં વિહાર કરનારા, શીલરૂપી અલંકારથી શોભિત, તપથી સુકાયેલા શરીરવાળા, ગુરુગુણરૂપી લક્ષ્મીના ભાજન, ધર્મનો ઉપદેશ આપનારા, નિશ્ચય અને વ્યવહારને જાણનારા - આવા ગુણોથી યુક્ત ગુરુની શ્રાવકોએ સેવા કરવી જોઈએ. (૨૧/૨, ૩, ૪) શ્રાવકોએ ધર્મ આપનાર ગુરુનું ધ્યાન કરવું જોઈએ, તેમની સ્તુતિ કરવી જોઈએ અને તેમની સેવા કરવી જોઈએ, કેમકે ધર્મરૂપી વૃક્ષ માટે ગુરુ વાદળ સમાન છે. (૨૧/૫) કહ્યું છે કે – ધર્મને જાણનારા, ધર્મને કરનારા, હંમેશા ધર્મની પ્રવૃત્તિ કરાવનારા, જીવોને ધર્મશાસ્ત્રોના અર્થોનો ઉપદેશ આપનારા ગુરુ કહેવાય છે. (૨૧/ ૬) જે પાપ વિનાના માર્ગે પોતે ચાલે છે અને કોઈ અપેક્ષા વિના બીજાને ચલાવે છે તે ગુરુ સ્વયં તરે છે અને બીજાને તારવા સમર્થ છે. પોતાના હિતની ઇચ્છાવાળાએ તે ગુરુની સેવા કરવી. (૨૧/૭) સંગરંગશાળામાં કહ્યું છે -
એ કારણે શિષ્યો ગુરુની ઇચ્છામાં આનંદ અને રુચિ ધરાવનારા, ગુરુની દૃષ્ટિ પડતાં જ (માત્ર ઈશારાથી) સ્વેચ્છાચારને રોકનારા અને ગુરુને ગમે તેવા વિનયવાળા અને વેષવાળા તથા કુળવધૂ જેવા હોય છે. (૪૫૫૫)”
શ્રીહરિભદ્રસૂરિરચિત પંચવસ્તકમાં અને તેની સ્વોપજ્ઞ વૃત્તિમાં કહ્યું છે -