________________
ગુરુનું માહાભ્ય અવર્ણનીય અનંતગુણોના મહાન પાત્ર હોવાથી એના કેટલા ગુણો કહી શકાય? અહીં કરેલ ગુરુગુણોનું વર્ણન શ્રોતાઓના પ્રોત્સાહન માટે માત્ર દિગ્દર્શન કરવા પૂરતું છે. (૧/૧૦)
ગુરુ અનંતગુણોથી યુક્ત હોવાથી શાસ્ત્રમાં શું કહ્યું છે તે કહે છે –
ગુરુ અનંતગુણોથી યુક્ત હોવાથી જ શાસ્ત્રમાં ગુરુકુલવાસને પ્રથમ આચાર કહ્યો છે. આચારાંગમાં પ્રારંભમાં જ મે મીસંતે એ સૂત્રનો નિર્દેશ છે. (આચારાંગના પહેલા સૂત્રમાં “સુગં ને બારસંતેજ ગવિયા વિમવદ્યાથ' = શ્રી સુધર્માસ્વામી પોતાના શિષ્ય શ્રીજંબુસ્વામીને કહે છે કે, “હે આયુષ્યનું જંબુ ! ગુરુકુલવાસમાં (=ભગવાન પાસે) રહેતા મેં સાંભળ્યું છે કે ભગવાને આમ કહ્યું છે.” એમ કહીને ગુરુકુલમાં વાસ કરવાનું સૂચન કર્યું છે. આચારાંગ સૂત્રમાં સાધુઓના આચારોનું વર્ણન છે. માટે જ તેનું આચાર + અંગ = આચારાંગ એવું નામ છે. તેના પહેલા જ સૂત્રમાં ગુરુકુલવાસનું સૂચન કર્યું હોવાથી બધા આચારોની પહેલા ગુરુકુલવાસ રૂપ આચાર જણાવ્યો છે આથી ગુરુકુલવાસ પ્રથમ આચાર છે.) આ વિષયનો ઉપદેશપદ (ગાથા ૬૮૦ વગેરે), પંચાશક (૧૧-સાધુધર્મપંચાશક, ગાથા ૧૯ વગેરે) આદિ ગ્રંથોના આધારે ઉપદેશરહસ્ય (ગા. ૧૩), યતિલક્ષણસમુચ્ચય આદિ ગ્રંથોમાં વિશેષ નિર્ણય કર્યો છે. માટે ફરી અહીં તે વિષયનું વિવેચન કર્યું નથી. જિજ્ઞાસુએ આ વિષય ત્યાંથી જ જાણી લેવો. (૧/૧૧)
જે શુદ્ધવચનથી ભવ્યજનોનો સંસારથી ઉદ્ધાર કરે છે, તેમાં નિઃશંકપણે ગુરુપણું છે અને તે ત્રિભુવનને પણ પૂજ્ય છે. (૪/૧૫૮)
આ પ્રમાણે ગુરુતત્ત્વનો વિશેષ નિર્ણય કરીને આ ગ્રંથનું ફળ કહે છે –
હે ભવ્યજનો ! સર્વત્ર અર્થથી અભિન્ન અને ક્યાંક સૂત્રથી પણ અભિન્ન પ્રવચનની ગાથાઓથી (=આ ગ્રંથની પ્રવચનાનુસારિણી ગાથાઓથી) નિશ્ચિત કરેલા ગુરુતત્ત્વને સાંભળીને ગુરુની આજ્ઞાથી સદા ચારિત્રપાલનમાં ઉદ્યમ કરો. ગુર્વાજ્ઞાપૂર્વક જ ચારિત્રપાલન પરમ કલ્યાણરૂપ છે. (૪/૧૫૯)
ઉક્ત વિષયનું જ સમર્થન કરે છે –
ગુર્વાજ્ઞાથી સંયમમાં પ્રયત્ન કરતા જીવો કર્મમલનો નાશ કરીને શુદ્ધ, અકલંક અને અતુલ આત્મસ્વભાવને પ્રાપ્ત કરે છે. કર્મમલ =અધ્યાત્મપ્રાપ્તિમાં પ્રતિબંધ કરનાર કર્મમલિનતા. શુદ્ધ=ચારિત્રપર્યાયના ક્રમથી તેજોવેશ્યાની (=શુદ્ધ ધ્યાનની) વૃદ્ધિથી શુદ્ધ અને અત્યંતશુદ્ધ પરિણામથી અતિશય નિર્મળ. અકલંક=ક્રોધાદિની કાલિમાથી રહિત હોવાથી કલંકરહિત. અતુલ=સહજ આનંદના ઝરણાથી સુંદર હોવાથી અન્યની તોલે ન આવે તેવો.