________________
૬૫
ગુરુનું માહાભ્ય
ખરેખર! ઘરનો ત્યાગ કરીને ઉપવાસાદિ તપ કરવા છતાં કૌડિન્ય વગેરે બાલ તપસ્વીઓને કષ્ટનું જે ફળ ન મળ્યું તે ફળ ગુરુભક્તિથી જ મળ્યું. કૌડિન્ય વગેરે ૧૫૦૦ તાપસોને શ્રીગૌતમગુરુની નિશ્રાના પ્રભાવથી કેવળજ્ઞાન થયું. આ પ્રમાણે ગુરુભક્તિથી જ કષ્ટનું ફળ મળે છે. ગુરુભક્તિથી કષ્ટ સફળ બને છે, ગુરુભક્તિ વિના કષ્ટ સફળ બનતું નથી. એટલે ગુરુભક્તિ ક્રિયાની સફળતામાં કારણ હોવાથી ગુરુનો જ આદર કરવો જોઈએ. (૧૭)
દુઃખગર્ભિત અને મોહગર્ભિત વૈરાગ્ય ઘણા લોકોને હોય છે. ઘણા લોકો કેવળ વર્તમાનકાલીન દુઃખના કારણે વૈરાગ્યવાળા બને છે. આ વૈરાગ્યમાં આર્તધ્યાન હોવાથી આ વૈરાગ્ય દુઃખગર્ભિત છે. ઘણા લોકો ક્ષણિક અને નૈરાભ્ય વગેરે મિથ્યા માન્યતાના કારણે મોહગર્ભિત વૈરાગ્યવાળા હોય છે. જૈનેતર લોકોમાં કોઈ દુઃખગર્ભિત વૈરાગ્યવાળા હોય છે, તો કોઈ મોહગર્ભિત વૈરાગ્યવાળા હોય છે. જૈનોમાં પણ પાસત્થા, નિહ્નવો આદિના અસદ્ વિચારોથી છેતરાઈ જવાના કારણે ઘણા લોકો દુઃખગર્ભિત અને મોહગર્ભિત વૈરાગ્યવાળા હોય છે. આવા લોકો જૈન દેખાતા હોવા છતાં જૈન નથી, કિંતુ જૈનાભાસ છે. વૈરાગ્યનો માત્ર વેષ ધારણ કરનારા જૈનેતરો અને જૈનાભાસો ઘણા જોવામાં આવે છે. તેમનો વૈરાગ્ય દુઃખગર્ભિત કે મોહગર્ભિત હોય છે. પણ ગુરુને આધીન બનેલા જીવો જ્ઞાનગર્ભિત વૈરાગ્યવાળા હોય છે. કારણ કે ગુરુપરાંત ના" (પંચા. ૧-૭) ગુરુપરતંત્રતા એ જ જ્ઞાન છે એ વચનથી ગુરુપરતંત્રતા એ જ જ્ઞાનનું લક્ષણ છે. (કારણ કે જ્ઞાનનું જે ફળ છે, તે ફળ, ગુરુપરતંત્ર્યથી મળે છે.) આમ ગુરુ જીવોમાં જ્ઞાનગર્ભિત વૈરાગ્યનું સ્થાપન કરનારા હોવાથી ગુરુ જ મહાન છે. (૧/૮)
અમારા જેવા મૂર્ખઓ પણ ગુરુભક્તિના પ્રભાવથી પંડિતોની પંક્તિમાં પ્રવેશ કરે છે. ગુરુભક્તિથી થનારો આનાથી બીજો ક્યો આશ્ચર્યકારી બનાવ છે? અર્થાતુ ગુરુભક્તિથી થતા આશ્ચર્યકારી લાભોમાં આ લાભ સૌથી મહાન છે. કારણ કે આ (=મૂર્ખ પણ પંડિત બને તે) કાર્ય પાષાણને નચાવવા સમાન દુષ્કર છે. આથી ગુરુ જ અચિંત્ય સામર્થ્યવાળા છે. (૧૯)
ગુરુના ગુણગણોનું કીર્તન કરવા ઇન્દ્રો પણ સમર્થ નથી, તો પછી ભક્તિથી ગુરુના ગુણોનું કીર્તન કરવાની ભાવના છતાં મારા જેવા બીજા મનુષ્યોની શી શક્તિ હોય? ગુરુ
૧. બૌદ્ધો સર્વ પદાર્થોને ક્ષણિક માને છે, આથી જ તેમના મતે આત્મા જ નથી. વસ્તુને કથંચિત્ નિત્ય માનવામાં આવે તો જ આત્મા સિદ્ધ થાય. નૈરાશ્ય એટલે આત્માનો અભાવ. બૌદ્ધો સર્વથા આત્માના અભાવનું દર્શન થાય તો તૃષ્ણાની હાનિ થાય એમ માને છે. જુઓ યોગબિંદુ ગાથા-૪૫૮ વગેરે. ૨. પંચાશક-૧૧ ગાથા-૩૬ની ટીકા. નિમળ્યો.fપ ડોડણના તિરપિ..