________________
ગુરુનું માહાસ્ય આઠ સિદ્ધિઓ પ્રગટે છે. (અણિમાદિ આઠ સિદ્ધિઓ - (૧) અણિમા-પરમાણુ જેટલા નાના બની શકાય. (૨) મહિમા-પર્વત જેટલા મોટા બની શકાય. (૩) લધિમા-રૂ જેવા હલકા થઈ શકાય. (૪) ગરિમા-વજ જેવા ભારે થઈ શકાય, અથવા યત્રકામાવસાયિત્વ-જેનાથી ઇચ્છા મુજબ ગમન કરી શકાય તે. (૫) ઈશિત્વ-સર્વ ઉપર સામ્રાજ્ય ચલાવી શકાય. (૬) વશિત્વબધા વશ બની જાય. (૭) પ્રાકામ્ય-પાણીની જેમ જમીનમાં ડૂબકી મારી શકાય. (૮) પ્રાપ્તશક્તિ-શરીરનાં અનેક રૂપો કરી શકાય, અથવા પ્રાપ્તિ - જેનાથી ભૂમિ ઉપર રહેલ વ્યક્તિ સૂર્ય વગેરેને સ્પર્શી શકે તે.) ગુરુભક્તિથી વિદ્યાઓ અવશ્ય સફળ બને છે. (૧/૨).
અત્યંત ગહન સંસારરૂપ અટવીમાં મોક્ષમાર્ગને અનુસરનારા ભવ્ય જીવોને મોક્ષમાર્ગના ઉપદેશક ગુરુ સિવાય અન્ય કોઈ પણ શરણ છે નહિ, થશે નહિ અને થયેલ પણ નથી, અર્થાત્ અહીં ત્રણ કાળમાં ગુરુ જ શરણ છે. (૧૩)
જેમ દયાળુ (કનિષ્કપટપણે પરદુઃખોને દૂર કરવાની ભાવનાવાળો) વૈદ્ય તાવવાળા લોકોનું ઔષધ આદિથી દ્રવ્ય-સ્વાથ્ય કરે છે, તેમ ગુરુ ભવરૂપ તાવથી ઘેરાયેલા જીવોને રત્નત્રયી રૂપ ઔષધ આપીને ધર્મરૂપ ભાવ-સ્વાથ્ય કરે છે. ગુરુ ભાવ આરોગ્ય કરનારા હોવાથી પરમ વૈદ્ય છે. (૧૪)
જેમ દીપક પ્રકાશશક્તિ રૂપ ગુણના યોગથી પોતાને અને બીજાઓને પ્રકાશિત કરે છે, તેમ ગુરુ પણ જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ રત્નત્રયીના યોગથી મોહરૂપ અંધકારને દૂર કરીને સ્વ-પરને પ્રકાશિત કરે છે. ગુરુ પોતાને ઉપાદાનભાવથી અને પરને નિમિત્તભાવથી પ્રકાશિત કરે છે. (અર્થાત્ ગુરુ પોતાના આત્માને જુએ છે, તેમાં પોતે ઉપાદાનકારણ છે અને બીજા જીવોને તેમના =બીજા જીવોના) આત્માનાં દર્શન કરાવે છે, તેમાં નિમિત્તકારણ બને છે. દરેક જીવ પોતાના આત્માને જોઈ શકે છે. પણ આત્મામાં મોહરૂપ અંધકાર હોય ત્યાં સુધી ન જોઈ શકે. ગુરુ આ મોહરૂપ અંધકારને દૂર કરે છે. મોહાંધકાર દૂર થતાં જીવને પોતાના આત્માનાં દર્શન થાય છે. આમ ગુરુ બીજા જીવોનાં આત્મદર્શનમાં મોહાંધકાર દૂર કરવા વડે નિમિત્ત બની જાય છે. માટે ગુરુ બીજા જીવોનાં આત્મદર્શનમાં નિમિત્તકારણ છે.) આમ ગુરુ ભાવ-દીપક હોવાથી અધિક પૂજ્ય છે. (૧૫)
ખરેખર ! આત્માને ન માનવાથી અતિશય પાપી, મોહયુક્ત હોવાથી દુષ્ટ, કુવાસના અને અભિમાનના કારણે વિદ્યા, સ્વચ્છંદતાના કારણે નિર્લજ્જ એવા પણ પ્રદેશ રાજા વગેરે જીવો કેશી ગણધર વગેરેના હાથના આલંબનથી ઉક્ત દોષોનો નાશ અને સુવાસનાનો વાસ થવાથી પરમપદને = પુણ્યાનુબંધી પુણ્ય ભોગવવાને યોગ્ય સ્થાનને પામ્યા. આમ ગુરુ કરેલાં પાપોનો અને પાપોના અનુબંધનો નાશ કરનારા હોવાથી ગુરુનું જ શરણું લેવું જોઈએ. (૧/૬)