________________
ગુરુનું માહાભ્ય
ટીકાર્ય - સામાન્યથી ભાવસાધુના ગુણો હોવાથી સુવર્ણસમાન, અને એમાંનો એકપણ ગુણ ઓછો ન હોવાથી પ્રતિપૂર્ણગુણી, તેમજ પ્રતિરૂપવગેરે વિશેષગુણોથી પણ યુક્ત હોવાથી અધિકગુણી આવા સાધુને ગુરુ જાણવા. અપવાદના અભિપ્રાયથી ઉત્તરાર્ધમાં કહે છે કે - કાળ વગેરેની હીનતાના કારણે એક-બે વગેરે ગુણોથી હીન હોય યાવત્ ચોથા ભાગના કે અડધા ભાગના ગુણોથી હીન હોય તો પણ એમને ગુરુ જાણવા. પણ મૂલગુણોથી રહિત હોય તેને ગુરુ ન માનવા, કેમકે તેનામાં ગુરુપણાના લક્ષણો હોતા નથી એવું શાસ્ત્રમાં કહ્યું છે. પંચાશક (૧૧-૩૫)માં કહ્યું છે કે “ગુરુગુણરહિત તરીકે અહીં તે સાધુ લેવા જે મૂળગુણરહિત હોય.” મૂળગુણની હાજરી હોય તો તો સમુચિતગુણો હાજર હોઈ કોઈ કોઈ ગુણની ગેરહાજરી હોવા માત્રથી અગુરુ માની ન લેવા. કહ્યું છે કે “એકાદ ગુણમાત્રવિહીન હોય તેને ગુરુગુણ રહિત ન માનવા. એમાં ચંડરુદ્રાચાર્ય ઉદાહરણરૂપ જાણવા” (૯૩).
વળી ‘ઉચિતગુણવાળા ગુરુનો ત્યાગ ન કરવો, કિન્તુ તેમની આજ્ઞામાં જ રહેવું એવું ગ્રન્થકાર જણાવે છે –
ગાથાર્થ - ટીકાર્ય - આવા ઉચિતગુણવાળા ગુરુને કુલવધૂના દષ્ટાન્તમુજબ છોડવા નહિ. જેમ કુલવધૂ પતિ તરફથી તિરસ્કાર પામે તો પણ પતિના ચરણોને છોડતી નથી તેમ સુશિષ્ય ગુરુવડે ઠપકારાય તો પણ ઉચિતગુણવાળા ગુરુના ચરણની સેવા છોડવી નહિ. ઉપરથી ઉચિતગુણવાળા આ ગુરુની આજ્ઞાનુસારે જ સુશિષ્ય ધર્મમાં પ્રવર્તવું. (૯૪)
આવા ઉચિતગુણવાળા ગુરુની આજ્ઞામાં રહેલ સાધુને જે ગુણ (લાભ) થાય છે તે હવે ગ્રન્થકાર જણાવે છે –
ગાથાર્થ-ટીકાર્ય-ગુર્વાજ્ઞામાં રહેલા, પરિણતવ્યવહારવાળા તેમજ વિહિત એવી આવશ્યક વગેરે ક્રિયારૂપ બાહ્યાનુષ્ઠાનથી શુદ્ધચિત્તવાળા થયેલા સાધુને અધ્યાત્મધ્યાનમાં પણ એકાગ્રતા વિલસે છે. ઉક્તક્રિયાયોગથી જ્ઞાનયોગપ્રતિબંધક કર્મમલ દૂર થઈ હૃદય-અંત:કરણ વિશદ બને છે. આવા વિશદ અંત:કરણવાળા સાધુને નિશ્ચયનું અવલંબન કરવાની દિશામાં શુદ્ધ એવી આત્મ-સ્વભાવપરિણતિ પ્રગટ થવા પર અધ્યાત્મધ્યાનમાં પણ એકાગ્રતા આવે છે. (૯૫)
(સટીક ધર્મપરીક્ષાના આ. શ્રીઅભયશેખરસૂરિજી મ. કૃત ભાવાનુવાદમાંથી સાભાર)
મહોપાધ્યાયશ્રીયશોવિજયજીવિરચિત ગુરુતત્ત્વવિનિશ્ચયમાં અને તેની સ્વોપજ્ઞ વૃત્તિમાં કહ્યું છે –
ગુરુતત્ત્વનો વિશેષરૂપે નિર્ણય કરવામાં પ્રથમ ગુરુનું જ માહાભ્ય જણાવે છે – શુદ્ધ સામાચારી રૂપ ગુર્વાશાથી સકલકર્મક્ષય રૂપ મોક્ષ થાય છે. ગુરુકૃપાથી અણિમાદિ