________________
૬૨
ગુરુનું માહાભ્ય રૂપ સુવર્ણગુણોને કહે છે. (૮૯)
આ બાબતમાં સુવર્ણના આઠ ગુણોનું પ્રતિપાદન કરવા અને ભાવસાધુરૂપ ગુરુમાં તેને ઘટાવવા માટે પૂર્વાચાર્ય (શ્રી હરિભદ્રસૂરિ મ.)ની ત્રણ ગાથાઓને ગ્રન્થકાર કહે છે –
ગાથાર્થ – સુવર્ણના આ આઠ અસાધારણ ધર્મરૂપ ગુણો હોય છે – વિષઘાતી, રસાયણ, મંગલાર્થ, વિનીત, પ્રદક્ષિણાવર્ત, ગુરુ, અદાહ્ય અને અકુજ્ય (૯૦)
ટીકાર્ય - સુવર્ણના આઠ અસાધારણ ધર્મો – (૧) વિષઘાતી - સોનું ઝેરના દોષને હણી નાખવાના સ્વભાવવાળું હોય છે. (૨) રસાયણ - સોનું ઉંમરની અસરોને અટકાવનાર છે. (૩) મંગલાર્થ - સોનું મંગલનું પ્રયોજન સારે છે. (૪) વિનીત - જેમ વિનીત બાળકને જેવો ઘડવો હોય તેવો ઘડી શકાય છે તેમ સુવર્ણ પણ કડા, બાજુબંધ વગેરે રૂપે જેવું ઘડવું હોય તેવું ઘડી શકાય એવું હોય છે. (૫) પ્રદક્ષિણાવર્ત - સોનાને અત્યંત તપાવવામાં આવે તો તે પ્રદક્ષિણાવર્ત ફરે છે. (૬) ગુરુક - સોનું હલકું = તુચ્છ હોતું નથી. (૭) અદાહ્ય - સોનું અગ્નિથી બળતું નથી અને (૮) અકુસ્ય - સોનું કોહવાયેલી ગંધ વિનાનું હોઈ દુર્ગછા કરવા યોગ્ય હોતું નથી. (૯૦)
આને સમાન ગુરુના આઠ ગુણોને ગ્રન્થકાર જણાવે છે -
ગાથાર્થ - ટીકાર્ય - સુવર્ણની જેમ ગુરુ પણ (૧) વિવેકરૂપી ચૈતન્યને દૂર કરનાર મોહરૂપી વિષને મોક્ષમાર્ગની પ્રરૂપણાથી હણે છે માટે વિષઘાતી છે. તથા (૨) ગુરુ મોક્ષમાર્ગના ઉપદેશ દ્વારા જ જેમાં ઘડપણ અને મરણ નથી એવી રક્ષાના કારણરૂપ હોઈ રસાયણની જેમ રસાયણ છે. તથા (૩) ગુરુ સ્વગુણોના પ્રભાવે મંગલાર્થ હોય છે, અર્થાત્ મંગલ જેમ પાપનો ઉપશમ કરે છે તેમ ગુરુ પણ પાપને ઉપશમાવે છે. તેમજ (૪) ગુરુ યોગ્યતાના કારણે સ્વભાવથી જ વિનીત હોય છે, એટલે કે વિનયવાળા હોય છે. (૯૧).
તથા
ગાથાર્થ - ટીકાર્થ - (૫) ગુરુ સર્વત્ર જે માર્ગાનુસારપણું જાળવે છે એ જ તેનું પ્રદક્ષિણાવર્તત્વ છે. (૬) ગુરુ તુચ્છતા-સુદ્રતા વિનાના ચિત્તવાળા હોઈ ગુરુક હોય છે. તથા (૭) ગુરુ ક્રોધરૂપી અગ્નિથી અદાહ્ય હોય છે, એટલે કે બળતા નથી. તેમજ (2) ગુરુ હંમેશા શીલરૂપ સુગંધથી યુક્ત હોઈ અમુલ્ય હોય છે. (૯૨)
આ આઠ ગુણોનો ઉપસંહાર કરતાં ગ્રન્થકાર કહે છે –
ગાથાર્થ - આ પ્રમાણે સુવર્ણતુલ્ય તથા પરિપૂર્ણ કે અધિકગુણવાળા સાધુ ગુરુ જાણવા. મૂળગુણોથી રહિત ન હોય તેવા ઈતર પણ સમુચિતગુણવાળા સાધુ ગુરુ જાણવા. (૯૩)