________________
૬૧
ગુરુનું માહામ્ય શું કરીએ?' (૨૧) એક રત્નની પરીક્ષા કરનારાને છોડીને બધા ય ગામડીયા મળીને સમાન તેજવાળા અને રંગવાળા રત્નોના ભેદને શું જાણે છે? અર્થાત્ જાણતાં નથી. (૨૨) આ વાતને જાણનારા શિષ્યો જ પરલોકને સાધે છે. બાકીના પેટ ભરીને પૃથ્વીતલ પર સમય પસાર કરે છે. (૨૩) એમ પણ ન કહો કે જેઓ મધ્યસ્થ થઈને વસ્તુના સાચા સ્વરૂપને વિચારે છે તેવા ગુરુ દેખાતાં નથી. (૨૪) સમયને અનુસાર જે ગુરુ છે તેમની ગૌતમસ્વામીની જેમ સેવા કરવી. જો મોક્ષ સાધવા ઇચ્છતા હો તો ખરાબ વિચારો ન કરો. (૨૫) કેટલાક વક્ર અને જડ શિષ્યો કંઈપણ અણઘટતું વિચારે છે. છતાં પણ પોતાના કર્મોને દોષ દેવો, ગુરુને નહીં. (૨૬) ગુરુભક્તિવાળાને ચક્રવર્તીપણું, ઇન્દ્રપણું, ગણધર પદઅરિહંત પદ વગેરે સુંદર પદ અને મનમાં ઇચ્છેલું બીજું પણ મળે છે. (૨૭) ગુરુની આરાધના સિવાય આ જગતમાં બીજું કોઈ અમૃત નથી. તેમની વિરાધના સિવાય બીજું ઝેર નથી. (૨૮) આ સાંભળીને પણ જેના હૃદયમાં નિર્મળ ગુરુભક્તિ પ્રગટ થતી નથી તેના માટે ભવિતવ્યતા પ્રમાણ છે, તેને બીજું શું કહીએ? (૨૯) પરલોકની લાલસાથી કે માત્ર આ લોકને યાદ કરીને, હૃદયથી કે દબાણથી, કોઈ પણ રીતે આ જગતમાં જે શિષ્ય પોતાના ગુરુના મનરૂપી કમળમાં પોતાના આત્માને ભમરાની જેમ સ્થાપ્યો નહીં તેના જીવન, જન્મ અને દીક્ષાથી શું લાભ છે ? અર્થાત્ કંઈ લાભ નથી. (૩૧, ૩૨) ગુરુની આજ્ઞા પર “આ યોગ્ય છે કે અયોગ્ય છે?' એવો વિચાર કરવો યોગ્ય નથી. નસીબજોગે કદાચ અનિષ્ટ થશે તો પણ કલ્યાણ થશે. (૩૩)'
મહોપાધ્યાયશ્રીવિનયવિજયજીવિરચિત લોકપ્રકાશમાં કહ્યું છે –
ગુરુજનના વિનયથી થયેલી આલોક અને પરલોકને સફળ કરનારી, ધર્મ, અર્થ, કામ તથા શાસ્ત્રાર્થને વિષે તીવ્રતાવાળી બુદ્ધિ “વૈનયિકી' કહેવાય છે. (૩/૭૨૬) ગુરુ વગેરે પ્રત્યેના ભક્તિભાવથી, દયાથી તથા કષાયોનો પરાજય કરવાથી દઢધર્મી દાતા પુરુષ, સાતાવેદનીય કર્મ બાંધે છે. (૧૦/૨૫૪) ગુરુ વગેરેની ભક્તિ વિનાનો, કષાયથી કલુષિત ભાવવાળો, કંજુસ જીવ અસાતાવેદનીય કર્મ બાંધે છે. (૧૦/૨૫૫) ગુરુ એટલે ધર્મનો ઉપદેશ આપનાર....(૩૦૪)'
મહોપાધ્યાયશ્રીયશોવિજયજીવિરચિત ધર્મપરીક્ષામાં અને તેની સ્વોપન્ન વૃત્તિમાં કહ્યું છે –
“ગુરુઓ સુવર્ણસમાન છે એ વાતની ભાવના કરતા ગ્રન્થકાર કહે છે –
ગાથાર્થ-ટીકાર્ય - દશવૈકાલિક વગેરે શાસ્ત્રોમાં સાધુના જે ગુણો કહ્યા છે તે ગુણોથી યુક્ત ગુરુ સુવર્ણસમાન કહેવાયા છે. તેથી તે ગુરુમાં હમણાં આગળ કહેવાનાર વિષઘાતી વગેરે