________________
૬૦
ગુરુનું માહાભ્ય શ્રીરત્નસિંહસૂરિવિરચિત-ધર્માચાર્યબહુમાનકુલકમાં કહ્યું છે -
જ્ઞાન વગેરેથી યુક્ત એવા ગુરુઓ સંપૂર્ણ લોકમાં પૂજાય છે. શિષ્યો માટે તો ગુરુ નજીકના ઉપકારી છે. માટે પોતાના શિષ્યો માટે નજીકના ઉપકારના કારણોને લીધે તો શું કહેવું? અર્થાતુ પોતાના શિષ્યો માટે તો ગુરુ અવશ્ય પૂજય છે. (૨) કદાચ શિષ્ય મોટા ગુણો વડે ગુરુ કરતાં ચઢિયાતો હોય તો પણ શિષ્યોએ તે ગુરુની આજ્ઞા મસ્તકે ધારણ કરવી. (૩) જો ગુરુ તીવ્ર દંડ કરે, નાના પણ અવિનયમાં ગુસ્સે થાય, કર્કશ વાણીથી પ્રેરણા કરે, કદાચ લાકડીથી મારે, અલ્પજ્ઞાનવાળા હોય, સુખશીલીયા હોય, થોડા પ્રમાદી પણ હોય તો પણ શિષ્યો તે ગુરુને દેવતાની જેમ પૂજે છે. (૪, ૫) તે જ શિષ્ય ખરો શિષ્ય છે જે ગુરુજનના ઇંગિત (હાવભાવ) પરથી તેમના મનને જાણીને હંમેશા તેમનું કાર્ય કરે છે, બાકીના વચનનું પાલન કરનારા તો નોકર છે. (૬) જેના હૃદયમાં ગુરુ પ્રત્યેની ભક્તિ વજની રેખાની જેમ વસતી નથી, માત્ર વિટંબણા રૂપ (નાટક રૂ૫) તેના જીવનથી શું ફાયદો? અર્થાત્ તેનું જીવન નકામું છે. (૭) જે ગુરુની સામે કે તેમની પીઠ પાછળ તેમની નિંદા કરે છે તેને તો બીજા ભવમાં પણ ભગવાનનું વચન દુર્લભ બને છે. (૮) આ સંસારમાં શિષ્યોને જે કોઈ ઋદ્ધિઓ મળે છે તે સ્પષ્ટ રીતે ગુરુભક્તિરૂપી વૃક્ષના પુષ્પો સમાન છે. (૯) પાણી આપનારના ઉપકારનો બદલો પણ વાળી શકાતો નથી, તો જે સંસારસાગરથી તારે છે તે શુભગુરુના ઉપકારનો બદલો તો શી રીતે વાળી શકાય? અર્થાતુ ન વાળી શકાય (૧૦) આ જ શ્રેષ્ઠ કળા છે, આ ધર્મ છે અને આ શ્રેષ્ઠ તત્ત્વ છે કે શિષ્યો ગુરુના મનને અનુકૂળ વર્તન કરે છે. (૧૩) ગુરુનું વચન યોગ્ય જ હોય, અથવા નસીબજોગે અયોગ્ય હોય તો પણ એ તીર્થ છે, જે થશે તે પણ કલ્યાણ થશે. (૧૪) ફાંસીની સજા પામેલા ચોરને શણગારવા જેવી તે ઋદ્ધિથી શું ફાયદો કે જેને શિષ્યો ગુરુના મનને અવગણીને કોઈ પણ રીતે ઇચ્છે છે? અર્થાત્ કંઈ ફાયદો નથી. (૧૫) ખંજવાળવું, ઘૂંકવું, શ્વાસોચ્છવાસ લેવા વગેરે અતિશય નાના કે વારંવાર કરવા પડે તેવા કાર્યની બહુવેલના આદેશથી રજા લઈને બાકીના દરેક કાર્યની અલગથી રજા લેવી જોઈએ. (૧૬) એક કાર્યની રજા લઈને બીજા બેત્રણ કાર્યો ન કરવા. નાના કાર્યોમાં પણ સારા સાધુઓની આ મર્યાદા હોય છે. (૧૭) મોટું પણ કાર્ય કરીને ગુરુને કહેતાં નથી, ગુરુ પૂછે તો પણ છૂપાવે છે. જે આવા ચરિત્રવાળા છે તેમને ગુરુકુળવાસથી શું ફાયદો છે? અર્થાત્ કંઈ ફાયદો નથી. (૧૮) કોઈ કારણને લીધે શિષ્યોનું યોગ્ય-અયોગ્ય સ્વરૂપ જાણીને ગુરુઓ શિષ્યોને વિષે ઓછા-વત્તા સન્માન વગેરે બતાવે છે. (૧૯) આ હંમેશા પણ માર્ગ છે કે શિષ્યો એકસ્વભાવવાળા હોતા નથી. આ હકીકતને જાણીને ગુરુને વિષે ખેદ ન કરવો. (૨૦) વળી આવું ન વિચારતાં કે, “અમને ગુરુમાં કંઈ વિશેષતા દેખાતી નથી. ગુરુ તો રાગી છે, મૂઢ છે અને અસમર્થ છે. એમાં અમે