SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ગુરુનું માહાસ્ય ૫૯ ગુરુના ચરણકમળની સેવા કરે. તેથી તેને પદ, મોટી સંપત્તિ, બીજું ઇચ્છિત, હિતકારી વસ્તુ, સુંદર વસ્તુ અને યશ મળે છે. (૨૪૮) શ્રીજયશેખરસૂરિજીવિરચિત-પ્રબોધચિંતામણિમાં કહ્યું છે – જેઓ ગુરુના ઉપદેશની બહાર છે, સ્વચ્છંદ આચારવાળા છે, અંકુશ વિનાના છે તેઓ વેષથી ઢંકાયેલા ઘેટા જેવા છે. તેમનો જન્મ નકામો છે. (૪/૨૫૬) પંડિત સુમતિવિજયગણિરચિત-ઉપદેશકલ્પવલ્લીમાં કહ્યું છે – ગુરુની આજ્ઞાને મુગટરૂપે ધારણ કરનારો, ગુરુના વચનને કુંડલરૂપે ધારણ કરનારો અને ગુરુની ભક્તિને હારરૂપ ધારણ કરનારો સુશિષ્ય ખૂબ શોભે છે. (૧૭૭)” મહોપાધ્યાયશ્રીયશોવિજયજીવિરચિત-અધ્યાત્મસારમાં કહ્યું છે – ગાથાર્થ - ગુરુની આજ્ઞાની પરાધીનતા વડે દ્રવ્યથી દીક્ષા લેવા છતાં પણ વર્ષોલ્લાસના ક્રમે ઘણા પરમપદને પામ્યા. (૨/૨૭) ટીકાર્ય - ગુરુ એટલે અધિકજ્ઞાનવાળા પૂયો. આજ્ઞા એટલે આદેશને પરાધીનપણું એટલે વશમાં રહેવાપણું. દ્રવ્યથી દીક્ષા લેવી એટલે છઠ્ઠા ગુણઠાણાના ભાવ પામ્યા વિના રજોહરણ વગેરે સાધુનું લિંગ ધારણ કરવું. વીર્ય એટલે અંદરની રુચિ. ઉલ્લાસ એટલે ક્રિયામાં કે પરાક્રમની વૃદ્ધિ. ક્રમ એટલે ઉત્તરોત્તર શુદ્ધિને પામવી. પરમપદ એટલે અતિશય ઉત્કૃષ્ટ આનંદરૂપ મોક્ષ. ગુરુના આદેશના વશમાં રહેવા વડે દ્રવ્યથી દીક્ષા લઈને અંદરની રુચિની વૃદ્ધિથી ઉત્તરોત્તર શુદ્ધિને પામીને ઘણા ભવ્ય જીવો મોક્ષે ગયા છે અને મહાવિદેહક્ષેત્ર વગેરેમાં જાય છે. (૨/૨૭)” મહોપાધ્યાયશ્રીયશોવિજયજીવિરચિત તિલક્ષણસમુચ્ચયમાં કહ્યું છે – ગુણોમાં રક્ત મુનિ ગુરુની આજ્ઞાની અવશ્ય આરાધના કરે, કેમકે ઘણા ગુણરત્નોના ભંડાર સમા તેમના (ગુના) થકી કોઈ પણ અધિક નથી. (૧૩૬) ત્રણના ઉપકારનો બદલો મુશ્કેલીથી વળે છે – માતાપિતાના, માલિકના અને ધર્માચાર્યના. ગુરુના ઉપકારનો બદલો વિશેષે કરીને મુશ્કેલીથી વળે તેવો છે. (૧૩૭) ગુરુની આજ્ઞાનો ત્યાગ કરવા પર સ્વચ્છેદ રીતે વિહાર કરનારાઓને ભગવાનની આજ્ઞાનું પાલન અવશ્ય થતું નથી, કેમકે હરિભદ્રસૂરિ મહારાજે કહ્યું છે – “ગુરુનો ત્યાગ કરવા પર ખરેખર ભગવાનની આજ્ઞાનો ત્યાગ કર્યો છે, અને ભગવાનની આજ્ઞાનો ત્યાગ કરવા પર બન્ને ય લોકો (આલોક અને પરલોક)નો ત્યાગ થાય છે.” (૧૪૩, ૧૪૪)
SR No.022275
Book TitleGurugun Shattrinshtshatrinshika Kulak Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages430
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy