________________
ગુરુનું માહાત્મ્ય
તીર્થંકરનામકર્મનું બીજ મળ્યું તેમાં ગુરુભક્તિ કારણ છે. (૭૯) પાપથી હણાયેલી બુદ્ધિવાળા જેમના મનમાં ગુરુભક્તિ રહેલી નથી તેમનામાં શ્રેષ્ઠ સમ્યગ્દર્શન ક્યાંથી હોય ? (૮૦) ગુરુ ધર્મમાર્ગનો ઉપદેશ આપનારા છે અને સંસારસાગરથી પાર ઉતારવા સેતુ (પુલ) સમા છે. આ ગુરુનો ગૌરવ કરવો જોઈએ, તેમને માનવા જોઈએ અને પ્રયત્નપૂર્વક તેમની સેવા કરવી જોઈએ. (૮૭) જેમના મનમાં હંમેશા મોટી એવી ગુરુભક્તિ હોય છે તેમનો અહીં જન્મ પુણ્યાનુબંધી પુણ્યના ઉદયથી થયો કહેવાય છે. (૯૪) જેઓ ગુરુ પ્રત્યે ઉદાસીન હોય એટલે કે તેમની ભક્તિ વગેરે ન કરતા હોય અને છતાં તેમના ઋદ્ધિ વગેરે દેખાતાં હોય તેમનો જન્મ પાપાનુબંધી પુણ્યના ઉદયથી થયો કહેવાય છે. (૯૫) જેમના મનમાં ગુરુ ઉ૫૨ ઘણી અભક્તિ હોય એટલે કે આશાતના, અવજ્ઞા વગેરે હોય તેમનો જન્મ પાપાનુબંધી પાપથી થયો છે એમ જણાય છે. (૯૬) ગુરુભક્તિ માટે જેઓ એમ કહે છે કે, ‘અમે પહેલા ઘણી ગુરુભક્તિ કરી છે ને હવે અમારે ગુરુભક્તિ કરવાની જરૂર નથી.’ અથવા ‘હમણા અમે બહુ કામમાં છીએ, એટલે ગુરુભક્તિ કરવાનો અમારી પાસે સમય નથી, અમે ભવિષ્યમાં ગુરુભક્તિ કરીશું.' તેઓ ખરેખર કાળરાત્રી (મરણની રાત) તે જગતમાં પ્રસિદ્ધ છે તેને ભૂલી ગયા છે કે જેનો આવવાનો સમય જણાતો નથી અને જેમાં બધા કાર્યો એક ક્ષણમાં પૂરા થઈ જાય છે. (૯૭, ૯૮) હે લોકો ! બહુ વિચાર કરવાથી શું ? જો સુખ જોઈતું હોય તો બધા કદાગ્રહો છોડીને ગુરુભક્તિ કરો. (૯૯)'
૫૮
શ્રીસૂરાચાર્યવિરચિત-દાનાદિપ્રકરણમાં કહ્યું છે -
‘વ્યાખ્યાન સિવાયના કાળમાં પણ એમના (ગુરુના) ચિત્તને જે ન ગમે તેને હિતને ઇચ્છનાર મનુષ્ય અપથ્યની જેમ દૂરથી વર્તે. (૨/૪૧) શિષ્ય જાણે કે ગુરુના મનમાં પ્રવેશી ગયો હોય તેમ બધી બાબતોમાં ગુરુના ચિત્તને અનુસારે પ્રવૃત્તિ અને નિવૃત્તિ કરે, ગુરુનું હિત કરે, ગુરુને પ્રિય કરે. (૨/૪૨) શિષ્ય જેવો પહેલા હોય તેવો પછી હોય, જેવો આગળ હોય તેવો પાછળ હોય. આમ કપટવૃત્તિ વિનાનો શિષ્ય ગુરુના મનને હંમેશા સુખી કરે. (૨/૪૩) આમ પ્રયત્નપૂર્વક ગુરુજનની ભક્તિથી આરાધના કરીને શિષ્યો નિર્મળ મનવાળા થાય છે, ધન્યવાદને પાત્ર બને છે, લોકોમાં માન્ય બને છે, બુદ્ધિશાળી બને છે, ખૂબ મોટા એવા શ્રુતસમુદ્રના પારને પામીને સુખી થયેલા તેઓ તરત શ્રેષ્ઠ સંપત્તિના પદને (મોક્ષને) પામે છે. (૨/૪૪) જેમ જગતમાં શ્રેષ્ઠ એવા જિનેશ્વર ભગવાનને બીજા મનુષ્યોની સાથે સરખાવી ન શકાય તેમ આ જગતમાં ગુરુના ઉપકારને બીજા ઉપકારોની સાથે સરખાવી ન શકાય. (૨/૪૬) મનુષ્યો સેંકડો ભવોમાં પણ ગુરુના ઋણમાંથી છૂટી શકતાં નથી, સિવાય કે તેમણે આપેલા ગુણોનું તેમને દાન કરવામાં આવે. તે ગુણો તો તેમની પાસે છે જ. (૨/૪૭) તેથી પુણ્યશાળી જીવ હંમેશા કૃતજ્ઞભાવે