________________
ગુરુનું માહાત્મ્ય
૫૭
સ્ફટિકમાં ફુલના રૂપનું પ્રતિબિંબ પડે છે તેમ ગુરુને પરતંત્ર જીવમાં ગુરુના જ્ઞાનનું પ્રતિબિંબ પડે છે. (૧૨) જેમ ધનવાન ઐશ્વર્યને વધારવા માટે રાજાની સેવા કરે છે તેમ માંડલીમાં પ્રવેશ થયા પછી શિષ્ય ચારિત્રધનને વધારવા માટે અને ‘ગુરુની સેવા એ પ્રભુની આજ્ઞા છે’ એવા સમ્યગ્દર્શનની પ્રીતિથી વિનય વધા૨વાપૂર્વક ગુરુની સેવા કરે. ગુરુસેવાથી જ ગૌતમસ્વામીની જેમ જ્ઞાન વગેરેની શુદ્ધિ થાય છે. (૧૧૩) ગુરુની સેવાના અભ્યાસવાળા સુશિષ્યોને આ ભવમાં અને પરભવમાં શુભનો અનુબંધ થાય છે. ગુરુનો પરિવાર તે ગચ્છ. તેમાં રહેવાથી પુષ્કળ નિર્જરા થાય છે. (૧૧૪)'
શ્રીહરિભદ્રસૂરિજીવિરચિત-ષોડશકપ્રકરણમાં અને મહોપાધ્યાયશ્રીયશોવિજયજી રચિત તેની વૃત્તિમાં પણ કહ્યું છે –
‘ગાથાર્થ - ગુરુની પરાધીનતા જ તેમના બહુમાનને લીધે સારા ભાવથી યુક્ત એવું પરમાત્માની પ્રાપ્તિનું આ જગતમાં બીજ છે અને તેનાથી મોક્ષ થાય છે. (૨/૧૦)
ટીકાર્થ - ગુરુની પરાધીનતા એટલે ગુરુની આજ્ઞામાં રહેવાપણું. ગુરુનું બહુમાન એટલે ગુરુ સંબંધી અંદરની વિશેષ પ્રીતિ. શુભ ભાવ એટલે ‘આ ગુરુ મારા સંસારના ક્ષયમાં કા૨ણ છે' એવો સારો ભાવ. પરમગુરુની પ્રાપ્તિ એટલે સર્વજ્ઞનું દર્શન. ગુરુની પરાધીનતા જ તેમના પ્રત્યેના બહુમાનને લીધે, માત્ર વેઠ સમજીને નહીં, શુભ ભાવથી, નહીં કે જાતિ વગેરેના સમાન સંબંધના જ્ઞાનથી, યુક્ત એવું પરમગુરુની પ્રાપ્તિનું આ જગતમાં બીજ છે. ગુરુબહુમાનથી તેવા પ્રકારનું પુણ્ય પેદા થવાથી સર્વજ્ઞનું દર્શન થાય છે અને તે કારણથી મોક્ષ થાય છે. માટે સાધુએ ગુરુની પરાધીનતા અવશ્ય સ્વીકારવી. આમ અધ્યાહાર સહિત વ્યાખ્યા કરવી. (૨/૧૦)'
યોગદૃષ્ટિસમુચ્ચયમાં અને તેની વૃત્તિમાં કહ્યું છે -
‘ગુરુભક્તિના સામર્થ્યથી અર્થાત્ તેનાથી ઉપાર્જિત પુણ્યકર્મના ઉદયથી ભગવાનનું દર્શન કરવાનું ઇષ્ટ છે. તે કેવી રીતે ? સમાપત્તિ આદિના પ્રકારથી. સમાપિત્ત એટલે ધ્યાનથી સ્પર્શના. આદિ શબ્દથી (૧) તીર્થંકરનામકર્મના બંધનો ઉદય અને (૨) ૫રમાત્મભાવની પ્રાપ્તિની સુઘટિતતાનું ગ્રહણ છે. એની જ વિશેષતા બતાવે છે - તે ભગવાનનું દર્શન મોક્ષનું અમોઘ (નિષ્ફળ ન જાય એવું) કારણ છે. (૬૪)'
ધર્મરત્નકરડકમાં કહ્યું છે -
‘ધન્ય જીવોના મનમાં હંમેશા સંસારસમુદ્રથી તારનારી અને દુઃખોને દૂર કરનારી દૃઢ નાવડી જેવી ગુરુભક્તિ વસે છે. (૭૭) પહેલા અને છેલ્લા તીર્થંકરોને જંગલમાં જે