________________
૫૬
ગુરુનું માહાભ્ય જોઈએ. (૩૫૪) ગુરુ પિતા છે. ગુરુ માતા છે. ગુરુ ભાઈ છે. ગુરુ સહાયક છે. ગુરુ મિત્ર છે. સંસારસાગરથી તારનારા ગુરુની જ હંમેશા સેવા કરવી જોઈએ. (૩૫૫) જેમ પારસમણિના સંસર્ગથી લોઢું સોનું બની જાય છે તેમ ગુરુની સુંદર દૃષ્ટિથી મૂઢ પણ વિદ્વાનોની સભામાં બોલે છે અને મુગટની જેમ મસ્તકે ધારણ કરાય છે. (૩૫૬) સંસાર કઠણ લાગે છે. કાર્યો પણ તેવા (કઠણ) લાગે છે. આ લોકો વિશેષ અજ્ઞાનથી મોહ પામેલા અને મંદબુદ્ધિવાળા છે. (૩૫૭) વસ્તુના ગુણોને સમજાવતાં સદ્દગુરુ જ્ઞાનરૂપી દીપક વડે જડતાની પરંપરાનો નાશ કરીને આ જીવોને સન્માર્ગે લઈ જાય છે. (૩૫૮) જેમના ચરણનો હંમેશા આશ્રય કરીને ઘણા ભવ્ય જીવો સન્માર્ગે જાય છે, જશે અને ગયા તે ગુરુ વિશ્વને વ્હાલા છે. (૩૫૯) એક અક્ષરનું જ્ઞાન આપનાર પણ સન્માર્ગની બુદ્ધિ આપનાર છે. એને ગુરુ જ સમજવા. એમના વિના એની (જ્ઞાન લેનારની) સિદ્ધિ નથી. (૩૬૦)
મહોપાધ્યાયશ્રીમેઘવિજયજીવિરચિત-અહિંગીતામાં પણ કહ્યું છે –
ગુરુ આંખ છે. ગુરુ દીવો છે. ગુરુ સૂર્ય-ચંદ્ર છે. ગુરુ દેવ છે. ગુરુ માર્ગ છે. ગુરુ દિશા છે. ગુરુ સદ્ગતિ છે. (૧૫) શાસ્ત્રમાં સૂર્ય અને ચંદ્ર કરતા ગુરુનું પદ ઊંચું કહ્યું છે, કેમકે ગુરુના સંપૂર્ણ પ્રભાવથી અવશ્ય મોક્ષનો યોગ થાય છે. (૧૭) દુઃખેથી કરી શકાય એવા સમુદ્રમાં ગુણોથી યુક્ત, સાક્ષાત્ પારને પામેલા, સફેદ વસ્ત્રોને ધારણ કરનારા એવા ગુરુ વહાણની જેમ તારનારા છે. (૨૦) ગુરુના યોગથી બન્ને રીતે અક્ષરપદની (અક્ષરપદ = જ્ઞાન, અક્ષરપદ = મોક્ષ) પ્રાપ્તિ થાય છે. પૃથ્વીતલ ઉપર ગુરુના સ્વરૂપમાં સાક્ષાત્ પરમેશ્વર અવતર્યા છે. (૨૧)
ઉપાધ્યાયશ્રીવિનયસાગરજીવિરચિત-હિંગુલપ્રકરણમાં પણ કહ્યું છે -
જે ગુરુએ લોઢા જેવા પણ માણસને સોનાના મુગટ જેવો બનાવ્યો તે ગુરુના ઉપકારનો બદલો વાળવો અશક્ય છે. (૧૭૩) ગુરુ સંસારરૂપી સમુદ્રથી તારવા માટે સાચા વહાણ સમાન છે. જેમકે, કેશી ગણધર પ્રદેશી રાજાને તારનારા થયા. (૧૭૪) ઘરના અગ્નિ, ચંદ્ર અને સૂર્ય કરતા વધુ તેજસ્વી ગુરુરૂપી જ્યોતિ છે કે જેમણે મને તેના પુંજ જેવો બનાવ્યો. (૧૭૫) થાંભલો ઘરનો આધાર છે, લાકડી ઘરડાનો આધાર છે, ભોજન શરીરનો આધાર છે, ગુરુ ભવ્યજીવોનો આધાર છે. (૧૭૬)
મહોપાધ્યાયશ્રીયશોવિજયજીવિરચિત-માર્ગપરિશુદ્ધિમાં પણ કહ્યું છે - ‘માટે ગુરુને પરતંત્ર એવા માણતુષ મુનિ વગેરેને મોક્ષપુરુષાર્થની સિદ્ધિ થઈ. જેમ