________________
૫૫
ગુરુનું માહાભ્ય રીતે બદલો વાળવો – એ કહે છે –
ગાથાર્થ - આ લોકમાં માતા-પિતા, માલિક અને ગુરુ – આ ત્રણના ઉપકારનો બદલો વાળવો મુશ્કેલ છે. તેમાં ગુરુના ઉપકારનો બદલો વાળવો તો આ ભવમાં અને પરભવમાં ખૂબ મુશ્કેલ છે. (૭૧)
ટીકાર્ય - દુષ્પતિકાર એટલે જેનો પ્રતિકાર (બદલો વાળવો) દુઃખેથી થઈ શકે છે. માતા-પિતાના ઉપકારનો બદલો વાળવો તો મુશ્કેલ છે. જન્મેલા સંતાનને માતા માલીશ, સ્નાન, સ્તનનું દૂધ પીવડાવવું, મૂત્ર વગેરે ગંદકી ધોવી વગેરે ઉપકારો વડે મોટો કરે છે. પૂર્વે નહીં જોયેલા અને જેણે પહેલા ઉપકાર નથી કર્યો એવા સંતાનની ઉપર માતા નાસ્તા વગેરેના સમયે ભોજન આપીને ઉપકાર કરે છે. તેણીના ઉપકારનો બદલો વાળી શકાતો નથી. પિતા પણ હિતનો ઉપદેશ આપે છે, ભણાવે છે, ભોજન આપે છે, પહેરવાના કપડા આપે છે. આવા ઉપકારો કરનારા તેમના ઉપકારનો બદલો પણ મુશ્કેલીથી વળે છે. માલિક એટલે રાજા વગેરે. તે પાણી આપનારા સરોવરો વગેરે બંધાવીને નોકરી પર ઉપકાર કરે છે. નોકરી તે ઉપકારનો બદલો વાળવા સમર્થ નથી. જો નોકરો પ્રાણના ભોગે માલિકને બહુ કિંમતી લક્ષ્મી લાવી આપે તો પણ તેમણે તો માલિકના ઉપકારનો બદલો વાળવા તે કર્યું છે, જ્યારે માલિકે તો કોઈ ઉપકાર વિના જ નોકરી પર ઉપકાર કર્યો હતો. ગુરુ એટલે આચાર્ય વગેરે. તેઓ સાચા માર્ગનો ઉપદેશ આપનારા છે, શાસ્ત્રોના અર્થો સમજાવનારા છે અને સંસારસાગરથી પાર ઉતારવામાં કારણભૂત છે. તેથી આલોકમાં અને પરલોકમાં તેમના ઉપકારનો બદલો વાળવો ખૂબ જ મુશ્કેલ છે. (૭૧)”
શ્રીમુક્તિવિમલગણિ વિરચિત ઉપદેશપ્રદીપમાં કહ્યું છે -
“જેમ નોકરો વિના રાજાનું કામ બરાબર થતું નથી તેમ લોકમાં ગુરુ વિના જ્ઞાન ક્યારેય થતું નથી. (૩૪૯) જેમ ગાઢ અંધારામાં રહેલ વસ્તુને દીવો પ્રકાશિત કરે છે તેમ પદાર્થોના સ્વરૂપને ગુરુ સમજાવે છે. (૩૫૦) જે કોઈની હિંસા કરતાં નથી, ખોટું બોલતાં નથી, ચોરી કરતાં નથી, સ્ત્રીનો ભોગ કરતાં નથી તે ગુણોથી ભારે એવા ગુરુ કહેવાય છે. (૩૫૧) ગુરુને દોષોની ઇચ્છા ન હોય. તે દંભી ન હોય. તે સોના વગેરેનો સંગ્રહ ન કરે. તે વેપાર ન કરે. તે દુરાચાર ન સેવે. તેમને રાત્રિભોજન પ્રિય ન હોય. (૩૫૨) ગુરુ અનાજ વગેરેનો સંગ્રહ ન કરે, બીજાના નુકસાનને ન વિચારે, પાંચ વિષયોમાં આસક્ત ન થાય, બીજાના છિદ્રો ન જુવે. (૩૫૩) ગુરુ સર્વ રીતે ત્યાગ કરવાના સ્વભાવાળા હોય અને સર્વ રીતે બ્રહ્મચર્યનું પાલન કરનારા હોય. આવા સંસારથી તારનારા સદ્દગુરુની સારી રીતે સેવા કરવી