________________
૫૪
ગુરુનું માહાભ્ય રહેલ તત્ત્વને ગુરુ પ્રકાશિત કરે છે. (૧૨/૧૬)'
પ્રશમરતિમાં અને તેની વૃત્તિમાં કહ્યું છે –
ગાથાર્થ - જે કારણથી શાસ્ત્રોની બધી ય પ્રવૃત્તિઓ ગુરુને આધીન છે, તે કારણથી હિતને ઇચ્છનારાએ ગુરુની આરાધનામાં તત્પર થવું. (૬૯)
ટીકાર્ય - શાસ્ત્રોના અર્થને સમજાવે તે ગુરુ. શાસ્ત્રની પ્રવૃત્તિઓ ગુરુને આધીન છે, એટલે કે સૂત્રનો પાઠ લેવાની પ્રવૃત્તિ અને અર્થ સાંભળવાની પ્રવૃત્તિ ગુરુને આધીન છે. કાલગ્રહણ લેવું, સઝાય પઠાવવી, ઉદ્દેશ - સમુદેશ - અનુજ્ઞા રૂપ પરિકરવાળી શાસ્ત્રની પ્રવૃત્તિઓ તે બધી ય શાસપ્રવૃત્તિઓ કહેવાય છે. તેથી ગુરુની આરાધનામાં તત્પર થવું. ગુરુની આરાધના એટલે હંમેશા એમના ચરણોની સેવા કરવી, સારી રીતે એમનું કાર્ય કરવું, મનુષ્ય-પાણી-પ્યાલો ઉપસ્થિત કરવો, દાંડો લેવો, ગુરુ જાય તો સાથે જવું, તેમણે કહેલું કાર્ય વિચાર્યા વિના કરવું વગેરેથી તેમને પોતાની સન્મુખ કરવા. તત્પર થવું એટલે તેમાં ઉપયોગવાળા થવું. (૬૯).
ગુરુ ઉપદેશ આપે ત્યારે હું પુણ્યશાળી છું કે ગુરુએ મારી ઉપર કૃપા કરી, ગુરુ મને બહુ માને છે” એવું સૂચિત થાય છે પણ હું ગુરુના ધિક્કારને પાત્ર છું' એમ સૂચિત થતું નથી એ બતાવે છે –
ગાથાર્થ - અહિતના આચરણરૂપી ગરમીને શાંત કરનાર, ગુરુના મુખરૂપી મલયપર્વતમાંથી નીકળેલ, વચન રૂપી સરસ ચંદનનો સ્પર્શ (પાઠાંતરમાં વચન રૂપી પાણીવાળા ચંદનનો સ્પર્શ) ધન્ય જીવની ઉપર પડે છે. (૭૦).
ટીકાર્ય - જ્ઞાન વગેરે ધનને પામે તે ધન્ય એટલે પુણ્યશાળી. તેની ઉપર વચનરૂપી સરસચંદનનો સ્પર્શ પડે છે. તે કેવો છે? અહિત એટલે સૂત્રવિરુદ્ધ. આચરણ એટલે કરવું. ગરમી એટલે તાપ. ઠારનાર એટલે દૂર કરનાર. તે વચન સૂત્રવિરુદ્ધ કરવારૂપી તાપને દૂર કરનાર છે. ગુરુ એટલે આચાર્ય. તે વચન તેમના મુખરૂપી મલય પર્વતમાંથી નીકળેલ છે. તે વચન સ્નેહથી યુક્ત હિતના ઉપદેશવાળુ હોવાથી સરસ છે. સ્પર્શ એટલે ગરમી દૂર કરવા સમર્થ ઠંડો સ્પર્શ. તે વચન સરસ ચંદનના ઠંડા સ્પર્શ સમાન છે. મલય પર્વતના પક્ષમાં સરસચંદન એટલે ભીનું નવું છેદેલું ચંદન. તેનો સ્પર્શ અવશ્ય ગરમીને દૂર કરે છે. અથવા વચનરૂપી રસચંદનનો સ્પર્શ એવા પાઠાંતરમાં રસચંદન એટલે પાણીવાળુ ચંદન. (૭૦).
આ પ્રમાણે હિતનો ઉપદેશ આપીને શિષ્યો પર ઉપકાર કરનારા આચાર્યનો શિષ્ય શી