________________
૫૩
વિસ્તારપૂર્વક ગુરુના ગુણો કહેવાનું કારણ
માટે ગુરુ ગુણવાન જ શોધવા જોઈએ. ગુરુના ગુણો અગણિત છે. છતાં પણ ગુરુના કેટલાક ગુણો જાણવા માટે ગુરુના ગુણો આ કુલકમાં કહ્યા છે. એક છત્રીશીમાં ગુરુના છત્રીશ ગુણો કહ્યા છે. આવી છત્રીશ છત્રીશીઓ આ કુલકમાં કહી છે. આમ આ કુલકમાં ગુરુના બારસોને છડ્યું ગુણો બતાવ્યા છે. ગુરુના આ ગુણો જાણીને ગુરુ ઉપર બિહુમાન પ્રગટ કરવું.
પ્રશ્ન - કેમ આટલા બધા વિસ્તારપૂર્વક ગુરુના ગુણો કહેવાય છે?
જવાબ - ગુરુ સમ્યજ્ઞાન આપીને જીવોને ભયંકર સંસારસમુદ્રથી પાર ઉતારે છે. તેથી ગુરુ શ્રેષ્ઠ ઉપકારી છે અને શ્રેષ્ઠ હિતચિંતક છે. તેથી ગુરુ વિનય અને બહુમાનને યોગ્ય છે.
ઉપદેશકલ્પવલ્લીમાં કહ્યું છે –
જે ધર્મના સ્વરૂપને કહે છે, જે મોક્ષ માટે ભોમિયા જેવા છે, જે પોતાનું અને બીજાનું હિત કરે છે તે ગૌરવને યોગ્ય એવા ગુરુ જાણવા. (૧૬૭)'
વળી શ્રીમુનિચન્દ્રસૂરિ મહારાજે મોક્ષપદેશપંચાલકમાં કહ્યું છે –
ગુરુ શાસ્ત્રોના અર્થને જાણનારા હોય છે, શ્રેષ્ઠ સંગરહિતપણાને પામેલા હોય છે. ભવ્ય જીવોરૂપી કમળોને વિકસિત કરવા ગુરુ સૂર્યના મંડલ સમાન છે. (૪૬) જેના થકી ગુણોનું પાલન અને વૃદ્ધિ થાય છે તે ભવાટવીથી રક્ષણ કરનાર એવા ગુરુ છે. (૪૭)” યોગશાસ્ત્રમાં અને તેની વૃત્તિમાં કહ્યું છે -
અથવા અન્ય જન્મના સંસ્કાર વિના પણ ગુરુના ચરણની સેવા કરનારા, શાંત રસ સેવનારા અને શુદ્ધમનવાળા યોગીને ગુરુની કૃપાથી આ જ ભવમાં અવશ્ય તત્ત્વનો બોધ થાય છે એટલે કે આત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે. (૧૨/૧૪)
બન્ને રીતે ગુરુનું આલંબન-લેવું અનિવાર્ય છે – એ કહે છે - તેમાં અન્ય જન્મમાં અભ્યાસ કરેલા તત્ત્વજ્ઞાનમાં ગુરુ (આ ભવમાં) સંવાદક (સંવાદ કરનાર - મેળ કરનાર) છે. ગુરુએ બતાવેલા તત્ત્વજ્ઞાનમાં તો ગુરુ બતાવનાર છે. માટે તત્ત્વજ્ઞાન માટે હંમેશા ગુરુની જ સેવા કરવી. (૧૨/૧૫)
ગુરુની જ સ્તુતિ કરે છે – જેમ ગાઢ અંધારામાં રહેલ વસ્તુને સૂર્ય પ્રકાશિત કરે છે તેમ અહીં અજ્ઞાનના અંધારામાં