________________
૫૧
મંગળ, અભિધેય, પ્રયોજન, સંબંધનું કથન તેથી કોઈક મિથ્યાદષ્ટિ દેવે સાપનું રૂપ કરીને અને કુમારનું રૂપ કરીને પ્રભુની પરીક્ષા કરી. તે પરીક્ષામાં પ્રભુનું સત્ત્વ ચલિત ન થયું. એ જોઈને ઇન્દ્ર પ્રભુનું “શ્રીવીર' એવું નામ કર્યું. આઠ પ્રકારના કર્મોનો નાશ કરે તે વીર. તપથી શોભે તે વીર. તપ કરવાની શક્તિથી યુક્ત હોય તે વીર.
શ્રીવીરપ્રભુના ગૌતમગોત્રવાળા શ્રીઇન્દ્રભૂતિ વગેરે અગિયાર ગણધરો હતા. શ્રીનન્દીસૂત્રમાં કહ્યું છે –
“પહેલા ઇન્દ્રભૂતિ, બીજા વળી અગ્નિભૂતિ, ત્રીજા વાયુભૂતિ, પછી વ્યક્ત, સુધર્મા, મંડિત, મૌર્યપુત્ર, અકંપિત, અચલભ્રાતા, મેતાર્ય અને પ્રભાસ - આ શ્રીવીરપ્રભુના અગિયાર ગણધરો છે. (૨૦, ૨૧)
શ્રીવીરપ્રભુના અને શ્રીગૌતમસ્વામી વગેરે ગણધરોના ચરણોમાં નમસ્કાર કરીને ગ્રન્થકારે મંગલ કર્યું. સજ્જનોનો આ સિદ્ધાંત છે કે, “કોઈ પણ કલ્યાણકારી કાર્ય કરતાં પૂર્વે મંગળ કરવું.” આ મંગળ વિશ્નોનો વિનાશ કરે છે. તેથી વિપ્ન વિના ગ્રન્થની સમાપ્તિ થાય છે.
ગુરુના ગુણોની છત્રીસ છત્રીસીઓ કહીશ' - શ્લોકના આ પાછલા અર્ધભાગથી ગ્રંથકારે અભિધેય (ગ્રંથનો વિષય) કહ્યું. તેનાથી ગ્રંથમાં કહેવાનો વિષય જણાય છે. તેથી જિજ્ઞાસુઓની ગ્રંથમાં પ્રવૃત્તિ થાય છે.
પ્રયોજન અને સંબંધ તો સામર્થ્યથી જાણવા યોગ્ય છે. તેમાં ગ્રંથકારનું અનંતર પ્રયોજન પરોપકાર છે. શ્રોતાનું અનંતર પ્રયોજન ગુના ગુણોને જાણવાનું છે. બન્નેનું પરંપર પ્રયોજન મોક્ષની પ્રાપ્તિ છે. શ્રદ્ધાને અનુસરનારા જીવોને આશ્રયીને ગુરુપરંપરારૂપ સંબંધ જાણવો. આ ગ્રંથના પદાર્થો પહેલા શ્રીવીરપ્રભુએ પોતાની દેશનામાં કહ્યા. પછી ગુરુપરંપરાથી તે ગ્રંથકારના ગુરુ સુધી આવ્યા. તેમણે તે પદાર્થો ગ્રંથકારને કહ્યા. ગ્રંથકારે તે પદાર્થો આ કુલકમાં ગૂંથ્યા. આમ આ કુલકનું મૂળ સર્વજ્ઞ એવા તીર્થંકરભગવંતો છે. તેથી એની શ્રદ્ધા કરવી. એમાં અવિશ્વાસ ન કરવો. તર્કને અનુસરનારા જીવો માટે ઉપાય-ઉપેયભાવરૂપ સંબંધ જાણવો. આ ગ્રંથ ઉપાય છે. ગુરુના ગુણોનું જ્ઞાન તે ઉપેય છે. ઉપાયથી ઉપેયની પ્રાપ્તિ થાય છે. આ ગ્રંથથી ગુરુના ગુણોનું જ્ઞાન થાય છે.
પ્રશ્ન - ગુરુના ગુણો શા માટે કહેવાય છે?