________________
ચાર પ્રકારની બુદ્ધિ
૪૦૯ નીકળ્યા. રસ્તામાં તેમણે કેટલાક મોટા પગલા જોયા. ત્યાં વિચારીને કરનારાએ પૂછયું – “અરે ! આ કોના પગલા છે ?' બીજા શિષ્ય કહ્યું – “એમાં શું પૂછવાનું ? આ પગલા હાથીના છે. તેથી વિચારીને કરનારો શિષ્ય બોલ્યો – “આમ નહીં બોલતો. આ પગલા હાથણીના છે. તે હાથણી ડાબી આંખે કાણી છે. તેની ઉપર આરુઢ થઈને કોઈક રાણી જાય છે. તે રાણીનો પતિ જીવતો છે. તે રાણી ગર્ભિણી છે અને જન્મ આપવાની તૈયારીમાં છે, આજે કે કાલે જન્મ આપશે. તેણીને પુત્ર થશે.” આમ કહે છતે તે વિચાર્યા વિના કરનારો શિષ્ય કહે છે – “આ કેવી રીતે જાણે છે ?' વિચારીને કરનારો કહે છે – “જ્ઞાન સાબિતીની પ્રધાનતાવાળુ છે' એ વચનથી આગળ સાબિતીથી વ્યક્ત થશે. પછી તે બન્ને વિવક્ષિત ગામમાં પહોંચ્યા. તે ગામની બહારની જગ્યામાં મોટા સરોવરના કિનારે આવાસ કરીને રહેલી રાણીને બેઠેલી અને ડાબી આંખે કાણી હાથણીને જોઈ. એ વખતે કોઈક દાસીએ રાજાને કહ્યું – “રાજાને પુત્રના લાભથી વધાવાય છે. તેથી વિચારીને કરનારા શિષ્ય બીજા શિષ્યને બોલાવીને કહ્યું – “દાસીનું વચન સાંભળ.' તેણે કહ્યું – “મેં બધું સાંભળ્યું. તારું જ્ઞાન ખોટું નથી.” પછી તે બન્ને હાથ-પગ ધોઈને તે સરોવરના કિનારે વડની નીચે આરામ કરવા માટે બેઠા. જેના માથા પર પાણી ભરેલો ઘડો મૂકાયો છે એવી કોઈક ઘરડી સ્ત્રીએ તે બન્નેને જોયા. તેણીએ તે બન્નેની આકૃતિ બરાબર જોઈને પછી વિચાર્યું – “નક્કી આ બન્ને વિદ્વાન છે. તેથી બીજા દેશમાં ગયેલો મારો પુત્ર ક્યારે આવશે? તે પૂછું.” તેણીએ પૂછ્યું. પૂછતી વખતે જ માથા પરથી પડીને ઘડો જમીન ઉપર પડ્યો અને સેંકડો ટુકડામાં ભાંગ્યો. તેથી વિચાર્યા વિના કરનારાએ જલ્દીથી કહ્યું – “ઘડાની જેમ તારો પુત્ર નાશ પામ્યો છે.” વિચારીને કરનારાએ કહ્યું, “હે મિત્ર ! આમ નહીં બોલતો. આનો પુત્ર આના ઘરમાં આવી ગયો છે. હે માતા હે વૃદ્ધ સ્ત્રી ! જાઓ પોતાના પુત્રનું મુખ જુઓ. તેથી આમ કહેવાયેલી તે સ્ત્રી જાણે કે જીવમાં જીવ આવ્યો હોય તેમ વિચારીને કરનારાને સેંકડો આશીર્વાદો આપતી પોતાના ઘરે ગઈ. તેણીએ ઘરે આવેલા, ધૂળવાળી જંઘાવાળા પોતાના પુત્રને જોયો. પુત્રે માતાને પ્રણામ કર્યા. તેણીએ પોતાના પુત્રને આશીર્વાદ આપ્યા અને નિમિત્તિયાની હકીકત કહી. પછી પુત્રને પૂછીને બે વસ્ત્રો અને કેટલાક રૂપિયા લઈને વિચારીને કરનારા શિષ્યને આપ્યા. વિચાર્યા વિના કરનારાએ પોતાના મનમાં ખેદ પામતા વિચાર્યું – “નક્કી ગુરુએ મને બરાબર ભણાવ્યો નહીં, નહીંતર મને કેમ ખબર ન પડે? આ તો જાણે છે.” ગુરુનું કાર્ય કરીને તે બને ગુરુ પાસે આવ્યા. ત્યાં ગુરુના દર્શનમાત્ર થવા પર માથું નમાવીને, હાથ જોડીને, બહુમાનપૂર્વક, આનંદના આંસુથી ભીની થયેલી આંખવાળો વિચારીને કરનારો ગુરુના બે પગની વચ્ચે માથુ નાંખીને પગમાં પડ્યો. બીજો શિષ્ય તો