________________
ચાર પ્રકારની બુદ્ધિ
૪૦૭ ધર્મ-અર્થ-કામ રૂપ ત્રણ વર્ગના અથવા ત્રણલોકરૂપ ત્રણ વર્ગના સૂત્ર અને અર્થના પ્રમાણને કે સારને ગ્રહણ કરનારી, આલોક અને પરલોકમાં ફળ આપનારી, વિનયથી ઉત્પન્ન થયેલી બુદ્ધિ તે વૈનાયિકી બુદ્ધિ. ધર્મ-અર્થ-કામને મેળવવામાં તત્પર એવા ઉપાયોને બતાવનારું હોય તે સૂત્ર. તેનું વિવેચન તે અર્થ. પ્રશ્ન - જો વૈનયિકી બુદ્ધિ ત્રણ વર્ગના સૂત્ર અને અર્થના સારને ગ્રહણ કરનારી હોય તો તેના અશ્રુતનિશ્ચિતપણામાં વિરોધ આવે, કેમકે શ્રતના અભ્યાસ વિના ત્રણ વર્ગના સૂત્ર અને અર્થના સારને ગ્રહણ કરવાપણું સંભવતું નથી. જવાબ - અહીં બુદ્ધિને અશ્રુતનિશ્રિત કહી છે તે બહુલતાને આશ્રયીને કહી છે, એથી અહીં વૈયિકી બુદ્ધિ થોડા મૃતથી નિશ્ચિત હોવા છતાં પણ કોઈ દોષ નથી. (૬૪).
હવે કર્મજા બુદ્ધિનું લક્ષણ બતાવતા કહે છે –
કાર્યમાં મનની એકાગ્રતારૂપ ઉપયોગ વડે કાર્યના સારને એટલે પરમાર્થ (પરિણામ)ને જોનારી એટલે કે મનની એકાગ્રતાથી કાર્યના પરમાર્થને જાણનારી, કાર્યના અભ્યાસ અને વિચારથી વિશાળ થયેલી, “સારું કર્યું, સારું કર્યું એવી વિદ્વાનોની પ્રશંસાથી ફળવાળી અથવા જેનું બધું ફળ સારું છે એવી, કર્મથી ઉત્પન્ન થયેલી બુદ્ધિ તે કર્મના બુદ્ધિ. (૬૭)
હવે પરિણામિકી બુદ્ધિનું લક્ષણ બતાવતા કહે છે –
અનુમાન-હેતુ-દષ્ટાંતથી સાધ્ય પદાર્થને સાધનારી, વયની પરિપકવતાથી પુષ્ટ થયેલી, અભ્યદય કે તેના કારણ અને મોક્ષ કે તેના કારણ રૂપ ફળવાળી બુદ્ધિ તે પારિણામિકી બુદ્ધિ છે. અનુમાન એટલે લિંગનું જ્ઞાન એટલે કે સ્વાર્થ અનુમાન. તેનું પ્રતિપાદન કરનાર વચન તે હેતુ એટલે કે પરાર્થ અનુમાન. અથવા જણાવે તે અનુમાન અને કરાવે તે હેતુ. જોયેલા અર્થને પૂર્ણ કરે તે દૃષ્ટાંત. પ્રશ્ન - અનુમાનના ગ્રહણથી દષ્ટાંતનું ગ્રહણ થઈ જ જાય છે. તેથી દષ્ટાંતનો ઉલ્લેખ કરવાથી સર્યું. જવાબ - ના, હકીકતમાં અનુમાન એક જ લક્ષણવાળુ (અવયવવાળુ) છે. કહ્યું છે. જયાં બીજી રીતે ન ઘટવા રૂપ “અન્યથાડનુપપન્નત્વમાં હોય ત્યાં ત્રણ (અવયવો)ની શું જરૂર છે? વગેરે. અને દષ્ટાંત સાધ્યની ઉપમારૂપ છે. કહ્યું છે, જે સાધ્યની ઉપમારૂપ હોય તે દૃષ્ટાંત કહેવાય છે.” કાળવડે કરાયેલી શરીરની વિશેષ પ્રકારની અવસ્થા તે વય. (૬૯)
પહેલા કર્મગ્રંથની વૃત્તિમાં કહ્યું છે, “તેમાં ઔત્પત્તિકી બુદ્ધિ રોહકની જેમ, વૈયિકી બુદ્ધિ પરદર્શનમાંથી હાથણી વગેરેને જાણનારા છાત્રની જેમ, કર્મજ બુદ્ધિ ખેડુતની જેમ અને પારિણામિકી બુદ્ધિ શ્રીવજસ્વામીની જેમ જાણવી.” (ગાથા ૪ ની વૃત્તિ)