________________
४०६
ચાર પ્રકારની બુદ્ધિ ક્રિયાઓ પણ કુગતિનું કારણ છે.” તે જ આચાર્ય અપાયદર્શી કહેવાય છે. (૪૬૮૭, ૪૬૮૮, ૪૬૮૯) લોઢાના પાત્રમાં નાંખેલા પાણીની જેમ આલોચના કરાયેલા અતિચારો જેમનામાંથી ઝરતા નથી તેમને અપરિગ્નાવી કહે છે. (૪૭૦૭)
ગુરુ આઠ પ્રકારના આચારવાન વગેરે ગુણોથી યુક્ત હોય છે.
જેનાથી બોધ પમાય છે તે બુદ્ધિ છે. તે ચાર પ્રકારની છે. તે આ પ્રમાણે – ૧ ઔત્પત્તિકી, ૨ વૈનાયિકી, ૩ કર્મજ અને ૪ પારિણામિકી. શ્રીનંદિસૂત્રમાં અને તેની હરિભદ્રસૂરિ રચિત વૃત્તિમાં કહ્યું છે -
ઔત્પત્તિકી, વૈનાયિકી, કર્મજા અને પરિણામિકી એમ ચાર પ્રકારની બુદ્ધિ તીર્થકરોએ અને ગણધરોએ કહી છે. પાંચમી બુદ્ધિ ન હોવાથી કેવલી પણ જાણતા નથી. જેનું કારણ ઉત્પત્તિ જ છે તે ઔત્પત્તિકી બુદ્ધિ. પ્રશ્ન - ઔત્પત્તિકી બુદ્ધિનું કારણ તો ક્ષયોપશમ છે, તો પછી ઉત્પત્તિ જ તેનું કારણ કેમ કહ્યું ? જવાબ - તમારી વાત સાચી છે. ક્ષયોપશમ એ અંતરંગ (અંદરનું) કારણ હોવાથી તે બધી બુદ્ધિઓનું સામાન્ય કારણ છે. એટલે તેની વિવક્ષા નથી કરાતી. ઔત્પત્તિકી બુદ્ધિ બાહ્ય એવા શાસ્ત્ર, પોતાના કાર્યનો અભ્યાસ વગેરે કારણોની અપેક્ષા રાખતી નથી, માત્ર ઉત્પત્તિથી જ તે થાય છે, માટે ઔત્પત્તિની બુદ્ધિ કહેવાય છે. જેનું કારણ ગુરુની સેવા રૂપ વિનય છે અથવા જેમાં વિનય પ્રધાન છે એવી બુદ્ધિ તે વૈનાયિકી બુદ્ધિ. આચાર્યની સહાય વિના જાતે શીખાય તે કર્મ. આચાર્ય પાસેથી શીખાય તે શિલ્પ. કર્મ એટલે રોજની ક્રિયા. શિલ્પ કયારેક કરાય. કર્મથી થયેલી બુદ્ધિ તે કર્મના બુદ્ધિ. ચારે બાજુથી નમવું તે પરિણામ. ઘણા લાંબા કાળ સુધી આગળ-પાછળના કાર્યોને જોવા વગેરેથી ઉત્પન્ન થયેલો આત્માનો ધર્મ તે પરિણામ. જેનું કારણ પરિણામ છે અથવા જેમાં પરિણામ પ્રધાન છે તે પારિણામિકી બુદ્ધિ. જેનાથી જણાય તે બુદ્ધિ એટલે મતિ. (૫૯)
ત્પત્તિકી બુદ્ધિનું લક્ષણ બતાવતા કહે છે - બુદ્ધિ ઉત્પન્ન થયા પહેલા પોતે નહીં જોયેલા, બીજા પાસેથી નહીં સાંભળેલા, મનથી પણ નહીં વિચારાયેલા ઈષ્ટ પદાર્થને તે જ ક્ષણે બરાબર જાણનારી અને અવ્યાહત ફળના યોગવાળી બુદ્ધિ તે ઔત્પત્તિકી બુદ્ધિ. જેનું ફળ અવશ્ય મળે, જે આલોક-પરલોકથી વિરુદ્ધ ન હોય અને જે બીજા ફળથી બાધિત ન હોય તે અવ્યાહત. (૬૦).
હવે વૈયિકી બુદ્ધિનું લક્ષણ બતાવતા કહે છે - મુશ્કેલીથી પાર પાડી શકાય એવા ઘણા મોટા કાર્યરૂપ ભારને પાર ઊતરવામાં સમર્થ,