________________
આઠ પ્રકારના વાદીગુણો
૪૦૫
આવા યોગવાળો જ, અથવા પાંચ સમિતિઓમાં અને ત્રણ ગુપ્તિઓમાં એટલે કે એમને આશ્રયીને જે પ્રણિધાનયોગયુક્ત છે એ ચારિત્રાચાર છે, આચાર અને આચારવાનનો કંઈક અભેદ હોવાથી, તે આઠ પ્રકારનો જાણવો, સમિતિ અને ગુપ્તિના ભેદથી. સમિતિ અને ગુપ્તિનું શુભ પ્રવૃત્તિ-નિવૃત્તિ સ્વરૂપ જેમ પ્રતિક્રમણમાં કહ્યું છે તેમ જાણવું એમ ગાથાનો અર્થ છે. (૧૮૫)’
ગુરુ આઠ પ્રકારના ચારિત્રાચારથી યુક્ત હોય છે.
વાદી એટલે આચાર્ય. તેમના આચારવાન વગેરે ગુણો તે વાદીગુણો. તે આઠ પ્રકારના છે. તે આ પ્રમાણે - ૧ આચારવાન, ૨ અવધારણાવાન, ૩ વ્યવહારવાન, ૪ અપગ્રીડક, પ કારક, ૬ નિર્યાપક, ૭ અપાયદર્શી અને ૮ અપરિસાવી. સંવેગરંગશાળામાં કહ્યું છે –
‘આચારવાન, અવધારણાવાન, વ્યવહારવાન, અપગ્રીડક, પ્રફુર્વી, નિર્યાપક, અપાયદર્શી અને અપરિસાવી જાણવો. (૪૬૩૫) પાંચ પ્રકારના આચારને જે નિરતિચારપણે આચરે અને બીજા પાસે આચરાવે અને બરાબર બતાવે એ આચારવાન છે. (૪૬૩૬) ચૌદપૂર્વી, દસપૂર્વી, નવપૂર્વી, મહાબુદ્ધિમાન, સાગરની જેમ ગંભીર, કલ્પવ્યવહા૨ને ધારણ કરનારો આધા૨વાન કહેવાય છે. (૪૬૩૯) તત્ત્વથી વિસ્તારપૂર્વક પાંચ પ્રકારના વ્યવહારને જે જાણે છે, જેણે ઘણીવાર આલોચના જોઈ હોય અને કરાવી હોય તે વ્યવહા૨વાન છે. (૪૬૫૭) ઓજસ્વી, તેજસ્વી, વચસ્વી, વિસ્તરેલી કીર્તિવાળા, સિંહ જેવા આચાર્યને જિનેશ્વરોએ અપવ્રીડક કહ્યા છે. (૪૬૬૪) અહીં સારી રીતે સમજાવવા છતાં પણ તીવ્ર ગારવ વગેરેને લીધે કોઈ સાધુ પોતાના દોષોની બરાબર આલોચના ન કરે તો અપગ્રીડક ગુરુએ તેની શરમ દૂર કરવી. અથવા જેમ સિંહણ પેટમાં ગયેલું શિયાળીનું માંસ વમે છે તેમ આચાર્ય અનુદ્યત સાધુના દોષો કર્કશ વાણીઓવડે કઢાવે. તે તેની માટે કડવા ઔષધની જેમ પથ્ય થાય છે. (૪૬૬૬-૪૬૬૭-૪૬૬૮) પોતાના પરિશ્રમને ગણકાર્યા વિના જે આચાર્ય હંમેશા સાધુની સંભાળમાં વર્તે છે તે અહીં પ્રભુર્વક છે. (૪૬૭૪) નિર્યાપક સાધુને સમાધિ કરવા માટે સ્નિગ્ધ, મધુર, હૃદયને ગમે એવી, દૃષ્ટાંત અને હેતુથી યુક્ત એવી કથા કહે. (૪૬૮૧) જો કોઈ વિવેક વિનાનો બરાબર ઉપયોગવાળો થઈને આલોચના ન કરે તો તેને જે અપાય બતાવવાપૂર્વક આ પ્રમાણે કહે, ‘આલોચના ન કરવા પર આલોકમાં શઠ એવી સંભાવના થાય છે અને અપકીર્તિ થાય છે, વળી પરલોકમાં માયાવીપણાને લીધે અસાર એવા સંસારની અંદર ભમવાનું થાય છે. આ ભવમાં કરેલી ભાવિનાની કષ્ટ