________________
४०४
આઠ પ્રકારના ચારિત્રાચાર તેમાં વાત્સલ્યમાં ઉદાહરણ આર્યવજસ્વામી છે. એમણે દુકાળમાં સંઘને ત્યાંથી બહાર કાઢ્યો...એ બધું જ આવશ્યકાનુસારે જાણી લેવું.
પ્રભાવનામાં તે આર્તવજસ્વામી જ દૃષ્ટાન્ત છે. એમણે અગ્નિશિખા (સ્થળ વિશેષ)થી સૂક્ષ્મકાયિકોને = પુષ્યોને લાવીને શાસનની પ્રભાવના કરી...આ કથાનક આવશ્યકાનુસાર કહેવું.
આ પ્રમાણે સાધુએ પણ સર્વપ્રયત્નથી શાસનની પ્રભાવના કરવી. આ આઠ પ્રકારનો દર્શનાચાર છે. આઠ પ્રકારો તો નિશક્તિ વગેરે કહી જ દીધા છે.
પ્રશ્નઃ આ છેલ્લા આચારોનો નિર્દેશ ગુણપ્રધાન છે. એમાં ઉપબૃહણાદિ ગુણોને જ પ્રધાન રાખીને એને આચાર કહ્યા છે. એવું શા માટે?
ઉત્તર ઃ ગુણ અને ગુણી વચ્ચે અપેક્ષાએ ભેદ છે, એવું દર્શાવવા માટે ગુણપ્રધાન આ નિર્દેશ કરેલો છે. જો બંને વચ્ચે એકાન્ત અભેદ માનીએ, તો ગુણનો નાશ થાય એટલે ગુણીનો પણ નાશ થાય એમ જ માનવું પડે અને એ રીતે તો બધું શૂન્ય થઈ જવાની આપત્તિ આવે. (આત્માના જ્ઞાનોપયોગાદિ કોઈક ગુણનો નાશ થાય એટલે એનાથી એકાન્ત અભિન્ન એવા આત્માનો પણ નાશ થાય. એટલે બધા જ આત્મા નાશ પામી જાય એટલે ક્રમશઃ આખું જગત આત્મા વિનાનું થઈ જવાની આપત્તિ આવે.)'' (સટીક દશવૈકાલિકસૂત્રના મુનિશ્રી ગુણવંસવિજયજી મ. કૃત ભાવાનુવાદમાંથી સાભાર)
ગુરુ આઠ પ્રકારના દર્શનાચારથી યુક્ત હોય છે.
બધા સાવદ્ય યોગોનો ત્યાગ તે ચારિત્ર છે. તેનો આચાર તે ચારિત્રાચાર. તે આઠ પ્રકારનો છે. તે આ પ્રમાણે - પાંચ સમિતિઓ અને ત્રણ ગુપ્તિઓમાં એકાગ્રતાવાળા યોગોથી યુક્તપણું. દશવૈકાલિકસૂત્રની નિર્યુક્તિમાં અને તેની વૃત્તિમાં કહ્યું છે -
“ગાથાર્થ - પાંચ સમિતિઓ અને ત્રણ ગુપ્તિઓ વડે એકાગ્રતાવાળા યોગોથી યુક્ત એ આઠ પ્રકારનો ચારિત્રાચાર જાણવો. (૧૮૫).
ટીકાર્ય - હવે ચારિત્રાચારને કહે છે – પ્રણિધાન એટલે ચિત્તની સ્વસ્થતા. યોગો એટલે વ્યાપારો. પ્રણિધાન જેમાં પ્રધાન છે એવા યોગો તે પ્રણિધાનયોગો. તેમનાથી યુક્ત તે પ્રણિધાનયોગયુક્ત. એ સામાન્યથી અવિરતસમ્યગુષ્ટિ પણ હોય છે, એથી કહે છે - પાંચ સમિતિઓ અને ત્રણ ગુપ્તિઓ વડે જે પ્રણિધાનયોગોથી યુક્ત, આવા યોગોથી યુક્ત એટલે