________________
આઠ પ્રકારના દર્શનાચાર
૪૦૩ પ્રમુએ ઘણાં ભવ્યજીવોને સ્થિર કરવા માટે એને કહ્યું કે, “સુલતાને પૃચ્છા કરજે.” અંબડ વિચારે છે કે, “સુલસા પુણ્યશાળી છે કે અરિહંત એની પૃચ્છા કરે છે.” પછી અંબડે પરીક્ષા માટે તેની પાસે ભોજનની માંગણી કરી. તેણીએ ન આપ્યું. ત્યારબાદ તેણે ઘણાં બ્રહ્માદિરૂપો વિકુળં. તો પણ તેણીએ ન આપ્યું. એ સંમોહન ન પામી.
આ રીતે કુતીર્થિકોની ઋદ્ધિ જોઈને મૂઢદષ્ટિવાળા ન થવું.
આટલો દર્શનાચારનિર્દેશ ગુણીપ્રધાન કર્યો. અર્થાત્ દર્શનાચારાવાળાને = ગુણીને જ ગુણ = આચાર રૂપ દર્શાવ્યો. હવે ગુણપ્રધાન દર્શનાચારનિર્દેશ કરે છે. ઉપબૃહણા...વગેરે.
(૫) ઉપબૃહણા - તેમાં ઉપબૃહણા એટલે સમાન ધર્મવાળાઓનાં સદ્દગુણોની પ્રશંસા દ્વારા તે સદ્દગુણોની વૃદ્ધિ કરવી.
(૬) સ્થિરીકરણ - સ્થિરીકરણ એટલે ધર્મમાંથી સીદાતા જીવોને ધર્મમાં જ સ્થાપવા.
ઉપબૃહણામાં ઉદાહરણ આ પ્રમાણે છે કે રાજગૃહ નગરમાં શ્રેણિક રાજા છે. આ બાજુ શક્ર દેવરાજ તેના સમ્યકત્વની પ્રશંસા કરે છે. એક દેવ એની શ્રદ્ધા નથી કરતો. એ નગરની બહાર નીકળેલા શ્રેણિકની આગળ નૂતનસાધુનું રૂપ કરીને માછલાઓ પકડે છે. ત્યારે શ્રેણિક તે સાધુને અટકાવે છે. વળી અન્ય સ્થાને શ્રેણિકની આગળ ગર્ભવતી સાધ્વીજી ઉપસ્થિત થયા, ત્યારે શ્રેણિક એમને ઓરડામાં રાખીને જેમ કોઈ ન જાણે એ રીતે સૂતિગૃહ કરાવે છે. પછી જે કંઈપણ સૂતિકર્મ છે તે બધું જ જાતે જ કરે છે. ત્યારપછી તે દેવ સાધ્વીના રૂપને ત્યાગીને દિવ્ય દેવસ્વરૂપ દેખાડે છે અને કહે છે કે ““શ્રેણિક ! તને જન્મ-જીવનનું ફલ સુલબ્ધ છે (અર્થાત્ તારો જન્મ સફળ થયો) કે જે તારી પ્રવચનની ઉપર આટલી ભક્તિ છે.” આ પ્રમાણે પ્રશંસા કરીને દેવ ગયો.
આ રીતે સાધર્મિકોની ઉપબૃહણા કરવી જોઈએ.
સ્થિરીકરણમાં ઉદાહરણ આ પ્રમાણે છે કે ઉજ્જૈનમાં આર્ય અષાઢાચાર્ય કાલ કરનારા સાધુઓને સંદેશો આપે છે = શીખવાડે છે કે “દેવ થઈને તમે મને દર્શન આપજો..” આ આખું કથાનક જે રીતે ઉત્તરાધ્યયનમાં કહ્યું છે, તે આખું જ એ જ પ્રમાણે સમજવું.
જે રીતે તે આર્ય અષાઢ સ્થિર કરાયા, એમ જે ભવ્યજીવો હોય તેને સ્થિર કરવા. (૭) વાત્સલ્ય : વાત્સલ્ય એટલે સાધર્મિકો ઉપર પ્રીતિ અને ઉપકાર કરવો. (૮) પ્રભાવનાઃ ધર્મકથાદિ દ્વારા જિનશાસનની પ્રસિદ્ધિ કરવી.