SearchBrowseAboutContactDonate
Page Preview
Page 419
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૨ ગયો છે, તે નિર્વિચિકિત્સ કહેવાય. એ મતિવિભ્રમ આવો હોય કે, ‘‘જિનદર્શન તો સાચું જ છે. પરંતુ એમાં પ્રવૃત્તિ કરનારા એવા પણ મને આ જિનદર્શન દ્વારા ફળ મળશે કે નહિ ? કેમકે ખેડૂત વગેરેમાં ક્રિયાની બંને બાબતોની ઉપલબ્ધિ થાય છે. એટલે કે ખેડૂતો ખેતીક્રિયા કરે, તો એમાં કોઈકને ફળ મળે છે, કોઈકની ખેતી નિષ્ફળ જાય છે. તો એ રીતે મારી પણ આ ક્રિયાઓ નિષ્ફળ તો નહિ જાય ને ?’’ આઠ પ્રકારના દર્શનાચાર આવા પ્રકારનાં મતિવિભ્રમથી રહિત હોય તે નિર્વિચિકિત્સ. એને આવો નિશ્ચય હોય કે ‘‘અવિકલ = સંપૂર્ણ ઉપાય ઉપેયવસ્તુ સાધ્યવસ્તુને અપાવડાવનાર ન બને એવું ન બને. અર્થાત્ ખેડૂતોને જો ખેતી કરવામાં પાણી, સારું બીજ, મહેનત વગેરે બધા ઉપાયો પ્રાપ્ત થાય તો અવશ્ય ફળ મળે જ છે. જ્યાં ખેતી નિષ્ફળ થઈ છે, ત્યાં કોઈકને કોઈક કારણોની ગેરહાજરી જ કામ કરી ગઈ છે. એટલે સંપૂર્ણ ઉપાય હોય, તો ફલ મળે જ.’’ = (ન જીવિત્વ ઉપાયઃ એ પ્રમાણે પાઠ છે. પરંતુ અવિત પાઠ વાસ્તવિક લાગે છે. છતાં જો છપાયેલા પાઠ પ્રમાણે જ અર્થ કરવો હોય તો આ પ્રમાણે - વિકલ્પ ઉપર દર્શાવેલ મતિવિભ્રમ. આવા મતિવિભ્રમરહિત ઉપાય કાર્યસાધક બને જ, અથવા તો અવિકલ્પ નિશ્ચિત = સાચો ઉપાય ફલસાધક બને જ...) આમાં ઉદાહરણ વિદ્યાસાધકનું છે. તે જેમ આવશ્યકમાં દર્શાવેલ છે, એમ સમજી લેવું. અથવા તો નિવિષ્ણુનુપ્સ: એમ શબ્દ લો. એટલે કે સાધુની જુગુપ્સાથી રહિત. આમાં ઉદાહરણ શ્રાવકપુત્રી છે, તે પણ આવશ્યકમાં જ જેમ દર્શાવેલ છે, તેમ સમજવું. = = (૪) અમૂઢદૃષ્ટિ : બાલતપસ્વીનાં તપ, વિદ્યાનાં અતિશયનાં દર્શન દ્વારા જેની ષ્ટિ (=સમ્યક્ત્વ) સ્વરૂપમાંથી ચલિત નથી થઈ તે અમૂઢદૃષ્ટિ. (અર્થાત્ મિથ્યાત્વીઓનાં તપાદિ જોઈને પણ જે જૈનદર્શનમાં શ્રદ્ધા ગુમાવતો નથી તે અમૂઢદૃષ્ટિ.) આમાં ઉદાહરણ સુલસા શ્રાવિકા છે. તે આ પ્રમાણે - લૌકિકઋષિ (પરિવ્રાજક) અંબડ રાજગૃહ નગરીમાં જતો હતો, ત્યારે
SR No.022275
Book TitleGurugun Shattrinshtshatrinshika Kulak Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages430
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy