SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ આઠ પ્રકારના દર્શનાચાર ૪૦૧ કહ્યું છે, તે પ્રમાણે સમજી લેવું. આમ નિઃશંકિત જીવ પોતે જ અરિહંતશાસનને પામેલો છતો દર્શનનું આચરણ કરતો હોવાથી દર્શનાચારની પ્રધાનતાની વિવક્ષા દ્વારા દર્શનાચાર કહેવાય છે. | (ભાવાર્થ જીવ પોતે દર્શનાચારવાળો છે, દર્શનાચાર નથી. છતાં અહીં તો જીવને જ દર્શનાચાર કહ્યો છે. એનું કારણ એ કે એ દર્શનાચાર પાળે તો છે જ, અને એટલે અહીં દર્શનાચારને મુખ્ય તરીકે ગણી એની જ વિવક્ષા કરી આ જીવને જ દર્શનાચાર કહી દીધો | દર્શનવાળાને જ દર્શનરૂપ - દર્શનાચારરૂપ દર્શાવવા દ્વારા દર્શન અને દર્શનીનો અભેદ જણાવ્યો છે. જો તે બે વચ્ચે એકાન્ત ભેદ માનો તો અદર્શનીને જેમ દર્શનનું ફલ નથી મળતું એમ દર્શનીને પણ દર્શનનું ફલ ન મળે અને તો પછી મોક્ષનો અભાવ જ થઈ જાય. (મિથ્યાત્વીને સમ્યકત્વનું ફળ નથી મળતું, કેમકે મિથ્યાત્વી સમ્યકત્વથી એકાંતે જુદો છે. તો હવે જો સમ્યકત્વીને પણ સમ્યકત્વથી એકાંતે જુદો માનો, તો મિથ્યાત્વીની જેમ સમ્યકત્વીને પણ ફળ ન મળે. આ આપત્તિ ન આવે એ માટે સમ્યકત્વી અને સમ્યકત્વનો પરસ્પર કથંચિત્ અભેદ માનવો જોઈએ.) આ રીતે બાકીનાં પદોમાં (નિષ્કાંક્ષિત...આદિ ત્રણ પદોમાં) પણ વિચારી લેવું. (એમાં પણ આચારવાળા જીવને જ આચારરૂપ કહી દીધો છે, એટલે એ બધામાં ઉપરની યુક્તિઓ જોડી દેવી.) (૨) નિષ્કાંક્ષિતઃ દેશકાંક્ષા અને સર્વકાંક્ષાથી રહિત હોય તે નિષ્કાંક્ષિત કહેવાય.. દેશકાંક્ષા આ પ્રમાણે કે દિગંબરાદિ કોઈક એક દર્શનની ઇચ્છા કરે. સર્વકાંક્ષા આ પ્રમાણે કે બધા જ દર્શનની ઇચ્છા કરે. (બધા ધર્મોની આરાધના કરું એટલે મને બધા ફલો મળે...) આ કાંક્ષાવાળો જીવ એમ ન વિચારે કે અન્યદર્શનમાં તો ષડૂજીવનિકાયની હિંસા છે અને અસત્રરૂપણા છે. એમ બૌદ્ધાદિ સર્વમતમાં આ બંને વસ્તુ છે. દેશ-સર્વકાંક્ષા સંબંધમાં રાજા અને મંત્રીનું ઉદાહરણ આવશ્યકનિર્યુક્તિમાં દર્શાવ્યા પ્રમાણે જાણવું. (૩) વિચિકિત્સા પતિનો વિભ્રમ એ વિચિકિત્સા, જેમનામાંથી મતિવિભ્રમ નીકળી
SR No.022275
Book TitleGurugun Shattrinshtshatrinshika Kulak Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages430
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy