________________
૪૦૦
આઠ પ્રકારના દર્શનાચાર ઉત્તર : (ના, ના, એના હેતુ તો છે. પરંતુ) ભવ્યત્વાદિ પદાર્થોની સિદ્ધિ કરનારા જે હેતુઓ છે તે આપણાં બધાનાં જ્ઞાન કરતાં ઊંચા જ્ઞાનનો વિષય બનનારા છે. એટલે એ પદાર્થો આપણે હેતુથી જાણી શકતા નથી. (ટૂંકમાં એ હેતુઓ છે તો ખરા, પણ કેવલજ્ઞાનાદિ દ્વારા જ એ જાણી શકાય. એટલે આપણે માટે તો ભવ્યતાદિપદાર્થો શ્રદ્ધાગ્રાહ્ય છે. યુક્તિગ્રાહ્ય નથી.)
તથા દ્વાદશાંગીનું પ્રાકૃત ભાષામાં ગુંથન કરેલ છે, એ પણ એટલા માટે કે એ બાલાદિસાધારણ છે. (અર્થાત જો સંસ્કૃતાદિભાષામાં એની રચના કરે, તો બાલજીવો એને જલ્દી સમજી ન શકે, અને તો પછી એમના ઉપર ઉપકાર ન થઈ શકે. જ્યારે આ દ્વાદશાંગી તો બાલાદિ બધા જીવોને ઉપયોગી બને એ માટે છે. એટલે એની રચના પ્રાકૃત ભાષામાં કરી છે. એ વખતની લોકભાષા પ્રાકૃત હતી, એટલે બાલ, સ્ત્રી વગેરે માટે આ ગ્રંથો ઉપકારી બની રહ્યા.)
કહ્યું છે કે “બાલ, સ્ત્રી, મૂઢ અને મૂર્ખ અને જે ચારિત્રેચ્છાવાળા જીવો છે, તેઓ ઉપર ઉપકાર કરવા માટે તત્ત્વજ્ઞોએ પ્રાકૃતસિદ્ધાન્ત બનાવ્યો છે.”
એટલે પ્રાકૃત ભાષામાં હોવા માત્રથી એ કાલ્પનિક - અસત્ ન મનાય.
વળી આ સિદ્ધાન્ત દષ્ટ-અવિરુદ્ધ અને ઈષ્ટ-અવિરુદ્ધ છે, એટલે પણ એ કાલ્પનિક નથી. પરંતુ વાસ્તવિક છે. સાચો છે એમ માનવું.
(ભાવાર્થઃ સિદ્ધાન્તમાં જે પદાર્થો પ્રરૂપેલા છે, એનાથી વિરુદ્ધ કશું પ્રત્યક્ષથી દેખાતું નથી. દા.ત. જો શાસ્ત્રમાં કીડીને પાંચ ઇન્દ્રિય કહી હોત તો કીડીમાં પ્રત્યક્ષથી ત્રણ જ ઇન્દ્રિયો અનુભવાય છે, એટલે શાસ્ત્રવચન પ્રત્યક્ષવિરુદ્ધ = દષ્ટવિરુદ્ધ બનત. પણ આવું કોઈ પણ વચન નથી.
ઇષ્ટ - અવિરુદ્ધ એટલે જિનાગમોનાં કોઈપણ બે વચનો પરસ્પર વિરોધી નથી. એક વચનનો બીજા વચન સાથે વિરોધ આવતો નથી. દા.ત. “કોઈપણ જીવોને મારવા નહિ.” એમ વચન છે અને જો “યજ્ઞમાં ૫૦૦ બકરા કાપી નાંખવા” એવું પણ વચન હોત તો આ બીજા વચન સાથે પહેલા વચનને વિરોધ આવે છે. એટલે તે ઇષ્ટવિરુદ્ધ બની જાય. ઇષ્ટ = શાસ્ત્રનું જ અન્ય વચન. પરંતુ જિનાગમો આવા ઈષ્ટ-વિરુદ્ધ નથી. ભલે આપણને તે તે બે વચનો વચ્ચે વિરોધ દેખાય, પણ સ્યાદ્વાદનો બોધ હોય તો એ બે વચનો વચ્ચે અવિરોધ સમજાય.)
શંકા નુકસાનકારી છે, એ સંબંધમાં પેય-અપેય દષ્ટાન્ત છે. તે આવશ્યકમાં જે પ્રમાણે