________________
૩૯૯
આઠ પ્રકારના દર્શનાચાર અહીં એ દેખાડેલ નથી.
આમ કાલાદિ ભેદ દ્વારા આઠ પ્રકારનો જ્ઞાનાચાર-જ્ઞાનની આસેવનાનો પ્રકાર છે.
જ્ઞાનાચાર કહેવાઈ ગયો.” (સટીક દશવૈકાલિકસૂત્રના મુનિશ્રી ગુણવંતવિજયજી મ. કૃત ભાવાનુવાદમાંથી સાભાર) ગુરુ આઠ પ્રકારના જ્ઞાનાચારોથી યુક્ત હોય છે.
દર્શન એટલે સમ્યકત્વ. તેના આચારો તે દર્શનાચારો. તે આઠ પ્રકારના છે. તે આ પ્રમાણે - ૧ નિઃશંકિત, ૨ નિષ્કાંક્ષિત, ૩ નિર્વિચિકિત્સ, ૪ અમૂઢદષ્ટિ, ૫ ઉપવૃંહણા, ૬ સ્થિરીકરણ, ૭ વાત્સલ્ય અને ૮ પ્રભાવના. દશવૈકાલિકસૂત્રની નિયુક્તિમાં અને તેની વૃત્તિમાં કહ્યું છે –
દર્શનાચાર આઠ પ્રકારનો છે. એની જ ગાથા કહે છે.
(૧) નિઃશંકિત ઃ શંકા એટલે શકિત. જેમાંથી શંકિત - શંકા નીકળી ગઈ છે એ નિઃશંક્તિ કહેવાય. અર્થાત્ દેશશંકા અને સર્વશંકાથી રહિત જીવ તે નિઃશંકિત.
તેમાં દેશશંકા આ પ્રમાણે કે બધા જીવોમાં જીવત્વ સમાન હોવા છતાં એવું શા માટે કે એક ભવ્યજીવ અને બીજો અભવ્યજીવ... આ પ્રમાણે શંકા કરે. (અહીં જીવત્વ માન્યું છે, એટલે એની શંકા નથી. પણ ભવ્યત્વાદિની શંકા છે, એટલે આ દેશશંકા છે.)
સર્વશંકા આ પ્રમાણે કે દ્વાદશાંગીરૂપ આખુંય શ્રુત પ્રાકૃત ભાષામાં ગુંથાયેલ હોવાથી એ કાલ્પનિક હશે. (જો શ્રુતનાં બનાવનાર વિદ્વાન હોત તો સંસ્કૃત જેવી ઊંચી ભાષામાં જ ઋતરચના કરત ને ? આવી સામાન્ય લોકભોગ્ય ભાષામાં શ્રુતની રચના કરી છે. એટલે લાગે છે કે એ માણસ કોઈ જ્ઞાની નહિ હોય, પણ માત્ર કલ્પનાઓ દ્વારા આ શ્રુતની રચના કરી હશે...આમાં આખીય દ્વાદશાંગી ખોટી હોવાની શંકા છે. એટલે આ સર્વશંકા કહેવાય.)
આ શંકા કરનારો વિચારતો નથી કે પદાર્થો બે પ્રકારનાં છે. હેતુ ગ્રાહ્ય અને અહેતુગ્રાહ્ય. તેમાં જીવનું અસ્તિત્વ વગેરે પદાર્થો હેતુગ્રાહ્ય છે. યુક્તિ દ્વારા એ પદાર્થો સિદ્ધ થઈ શકે છે. જ્યારે ભવ્યત્વ વગેરે પદાર્થો હેતુગ્રાહ્ય નથી.
(પ્રશ્ન કેમ ! શા માટે એ પદાર્થો હેતુગ્રાહ્ય નથી? શું આ પદાર્થોની સિદ્ધિ માટેનાં કોઈ હેતુ જ નથી?)