________________
૩૯૮
આઠ પ્રકારના જ્ઞાનાચાર આમાં દષ્ટાન્ત છે – એક હજામની અસ્ત્રાની સામગ્રી વિદ્યાનાં સામર્થ્યથી આકાશમાં અદ્ધર રહે છે. એક પરિવ્રાજક તેને ઘણી સેવાઓથી સેવીને તેની પાસેથી તે વિદ્યા મેળવી પછી અન્ય સ્થાને જઈને પોતાના ત્રિદંડને આકાશમાં રાખે છે, એના કારણે ઘણા લોકો એની પૂજા કરે છે. રાજાએ પૂછ્યું કે, “ભગવન્! શું આ વિદ્યાનો અતિશય છે? કે તપનો અતિશય છે?” તે કહે છે કે, “વિદ્યાનો અતિશય છે.” રાજાએ પૂછ્યું “કોની પાસેથી આ મેળવ્યો ?” તે કહે છે કે, “હિમાલય ઉપર ફલાહાર કરનારા ઋષિની પાસેથી મેં આ મેળવ્યો છે.” આ પ્રમાણે એ બોલ્યો કે તરત જ સંલેશની દુષ્ટતાનાં કારણે તે ત્રિદંડ ધડુ કરતું પડી ગયું.
આ પ્રમાણે જે આત્મા અલ્પજ્ઞાનવાળા આચાર્યનો અપલાપ કરી (એમનું નામ છુપાવીને) બીજાનું નામ કહે છે તેને ચિત્તસંકલેશરૂપ દોષને કારણે તે વિદ્યા પરલોકને માટે થતી નથી. (અર્થાત્ પરલોકમાં એનું હિત થતું નથી...) ' (૬-૭-૮) સૂત્ર, અર્થ અને તદુભયને આશ્રયીને ભેદ-ફેરફાર ન કરવો. કહેવાનો ભાવ એ છે કે શ્રુત માટે પ્રયત્ન કરતાં, શ્રુતના ફલને ઇચ્છતાં વ્યક્તિએ સૂત્રભેદ, અર્થભેદ અને ઉભયભેદ ન કરવો.
તેમાં વ્યંજનભેદ આ પ્રમાણે કે ધબ્બો મંડાતમુદ્દે આવું બોલવાનું હોય ત્યાં, એના સમાનાર્થી શબ્દો બોલે કે પુvi વાળમુક્યો
અર્થભેદ આ પ્રમાણે કે “ગાવન્તી યાવન્તી તોકસિ વિપરીમુનિ' આવું આચારાંગનું સૂત્ર છે. એનો ખરો અર્થ એ છે કે “જેટલા કોઈક લોકો આ પાખંડિલોકમાં વિપરામર્શ કરે છે... એને બદલે કોઈક આમાં સૂત્ર બદલ્યા વિના જ અર્થ બદલી નાંખે છે કે “માન્તીઅવંતિદેશમાં યા- દોરડી વાન્તા- પડી ગઈ. લોક વિચારે છે કે, ““કુવામાં પડી છે.”
ઉભયભેદ તો સૂત્ર અને અર્થ બંનેનાં યાથાભ્યનો = વાસ્તવિકસ્વરૂપનો નાશ કરવાથી થાય. તે આ પ્રમાણે : “ધ મનમુ9: હિંસા પર્વતમસ્ત" આમાં સૂત્રનો ભેદ પણ થાય અને અર્થનો ભેદ પણ થાય છે.
આમાં દોષ એ છે કે વ્યંજનનો ભેદ થાય એટલે અર્થનો ભેદ થાય. અર્થનો ભેદ થાય એટલે ક્રિયાનો ભેદ થાય અને ક્રિયાનો ભેદ થાય એટલે મોક્ષનો અભાવ થાય, મોક્ષનો અભાવ થાય એટલે દીક્ષા નકામી બને.
આમાં ઉદાહરણ સંધીવતાં કુમાર છે. સૂત્રભેદ, અર્થભેદ, ઉભયભેદ આ ત્રણેયમાં આ જ દષ્ટાન્ત ઘટાડી દેવું. આ દષ્ટાન્ત પ્રસિદ્ધ હોવાથી અને અનુયોગ દ્વારોમાં કહેલું હોવાથી