________________
આઠ પ્રકારના જ્ઞાનાચાર
આમ જ્ઞાનવાળાઓના વિનય અને બહુમાન બંને કરવા.
(૪) ઉપધાન : શ્રુત ગ્રહણ કરવા ઇચ્છનારાએ ઉપધાન કરવા. જે જ્ઞાનાદિગુણોને આત્માની નજીકમાં ધારી આપે ઉપકાર કરે તે ઉપધાન. અહીં ઉપધાન એટલે તપ. જે અધ્યયનમાં આગાઢયોગાદિ જે ઉપધાન કહ્યાં હોય, તે અધ્યયનમાં તે તપ કરવો. ઉપધાનપૂર્વક શ્રુતગ્રહણ જ સફળ થાય.
=
=
૩૯૭
આમાં ઉદાહરણ આ છે - એક આચાર્ય હતા. તે વાચના આપવાથી ખૂબ થાકેલા હતા. એટલે તે સજ્ઝાયમાં પણ ખોટે ખોટી અસજ્ઝાયની ઘોષણા કરવા માંડ્યા. આ રીતે જ્ઞાનાંતરાય બાંધીને કાલ કરીને દેવલોકમાં ગયા. તે દેવલોકમાંથી આયુષ્ય ક્ષય થવાથી ચ્યવ્યા, ભરવાડનાં કુલમાં આવ્યા. ભોગો ભોગવે છે. એમને એક દીકરી થઈ. તે અત્યંત રૂપવતી હતી. તે બધા ગાયોને ચરાવવા માટે અન્યત્ર પ્રત્યન્ત ગામોમાં = સામાન્યગામોમાં જાય છે. તે છોકરીનાં પિતાનું ગાડું બધા ગાડાઓની આગળ ચાલે છે. તે છોકરી તે ગાડાનાં આગળનાં ભાગમાં મુખ ઉપર બેઠેલી હોય છે. યુવાનોએ વિચાર્યું કે ‘‘પાછળ રહેલા આપણાં ગાડા છોકરીનાં ગાડાની સમાન કરીને છોકરીને જોઈએ.' તેઓએ આગળ જવા માટે ગાડાઓને ઉન્માર્ગે આગળ વધાર્યા. ત્યાં વિષમસ્થાનોમાં એ ગાડાઓ આમ તેમ પડીને ભાંગી ગયા. તેથી લોકોએ તે સ્ત્રીનું નામ અશકટા પાડ્યું. તે છોકરીનાં પિતાનું નામ અશકટપિતા થયું. તે પિતાને આ પ્રસંગ જ વૈરાગ્ય કરનારો બન્યો. તે છોકરી એક પુરુષને પરણાવીને એણે દીક્ષા લીધી, છેક ઉત્તરાધ્યયનમાં વત્તરિ પરમળિ એ ત્રીજા અધ્યયન સુધી ભણી લીધું. ચોથા ‘અસંખયં અધ્યયન’નો ઉદ્દેશો થયો, ત્યારે પૂર્વભવનું જ્ઞાનાવરણીયકર્મ ઉદયમાં આવ્યું. સાધુ ભણે છે, છતાં કંઈ યાદ રહેતું નથી. આચાર્યે કહ્યું કે, ‘‘છઠ્ઠ કરી લે, તને આની અનુજ્ઞા કરાવી દઉં.” (આ અપવાદમાર્ગ હતો.) તે સાધુ કહે, ‘‘આનો જોગ કેવા પ્રકારનો છે ?’’ આચાર્ય કહે, ‘‘(ઉત્સર્ગમાર્ગ તો) જ્યાં સુધી આ અધ્યયન ન ભણાય ત્યાં સુધી આંબિલ કરવા પડે.” તે કહે, ‘‘હું આ રીતે જ ભણીશ.” આ રીતે ભણતા એણે ૧૨ વર્ષે બાર શ્લોક મોઢે કર્યા. ત્યાં સુધી આંબિલ કર્યા. (અધ્યયનનાં કુલ ૧૩ શ્લોક છે.) ત્યારે તેનું જ્ઞાનવરણીયકર્મ ક્ષય પામ્યું. આમ જે રીતે અશકપિતાએ આગાઢયોગ પાળ્યો, તે રીતે સમ્યક્ રીતે યોગ પાળવો જોઈએ.
ઉપધાનદ્વાર પૂર્ણ થયું.
(૫) અનિદ્ભવન ઃ શ્રુતને ગ્રહણ કરી ચૂકેલાએ વિદ્યાગુરુનો નિર્ભવ ન કરવો. જે શ્રુત જેની પાસે ભણ્યું હોય, ત્યાં તેનું જ નામ લેવું, બીજાનું નહિ. જો બીજાનું નામ આપે તો ચિત્તની મલિનતા પ્રાપ્ત થાય.