________________
૩૯૬
આઠ પ્રકારના જ્ઞાનાચાર અડધી રાત થઈ છે. એણે મિચ્છામિ દુક્કડમ્ આપ્યું. દેવતાએ કહ્યું કે, “આવું ન કરીશ. એવું ન બને કે હલકાં દેવતા પરેશાન કરે. તેથી કાલમાં સ્વાધ્યાય કરવો, અકાલમાં નહિ.”
(૨) વિનયઃ શ્રુતગ્રહણ કરનારાએ ગુરુનો વિનય કરવો. વિનય એટલે ઊભા થવું, ગુરુના પગ ધોવા વગેરે. અવિનયથી ગ્રહણ કરેલુ શ્રત નિષ્ફળ બને છે. આમાં ઉદાહરણ - શ્રેણિકરાજાને પત્ની ચેલ્લણા કહે છે કે “એક થાંભલાવાળો પ્રાસાદ કરો..” દ્રુમપુષ્યિકા અધ્યયનમાં આ કથાનક કહી દીધું છે. તેથી વિનયથી ભણવું, અવિનયથી નહિ.
(૩) બહુમાનઃ શ્રુતગ્રહણમાં ઉદ્યમી બનેલાએ ગુરુ ઉપર બહુમાન કરવું. બહુમાન એટલે ગુરુ પ્રત્યે આંતરિક ભાવપ્રતિબન્ધ = અનુરાગ, સભાવ. બહુમાન હોય તો શ્રુત બહુ જ ઝડપથી અધિક ફળ આપનારું બને.
વિનય અને બહુમાનમાં ચતુર્ભગી છે.
(૧) એકને વિનય છે, બહુમાન નથી. (૨) બીજાને બહુમાન છે, વિનય નથી. (૩) ત્રીજાને વિનય પણ છે, બહુમાન પણ છે. (૪) ચોથાને વિનય પણ નથી, બહુમાન પણ નથી.
આમાં વિનય અને બહુમાન એ બંનેમાં જે ભેદ છે, તે દેખાડવા માટે આ દષ્ટાન્ત છે. પર્વતની એક ગુફામાં શિવ છે. તેને બ્રાહ્મણ અને ભીલ પૂજે છે. બ્રાહ્મણ છાણનો લેપ, ઝાડું મારવું, પોતું કરવું...વગેરેમાં યત્નવાળો છે અને પવિત્ર થઈને પૂજા કરે છે, પછી વિનયપૂર્વક સ્તુતિ કરે છે. પરંતુ બહુમાન નથી. ભીલ તે શિવને વિશે ભાવથી પ્રતિબદ્ધ છે અને ગળાનાં પાણીથી એને નવડાવે છે. (મોઢામાં પાણી ભરી લાવે અને એ શિવલિંગ પર નાંખે. વિશેષ સમજણ ન હોવાથી આવું કરે...) નવડાવીને બેસે. શિવ તેની સાથે આલાપ, સંલાપ, કથાદિ કરે. (એકવાર બોલવું તે આલાપ, વારંવાર બોલવું તે સંલાપ...)
એકવાર બ્રાહ્મણે તે બેની વાતચીતનો શબ્દ સાંભળ્યો. તેણે શિવની સેવા કરીને ઠપકો આપ્યો કે, “તું આવો જ કટપૂતનાશિવ છે કે જે તું આવા એંઠા પાણીથી નવડાવનારાની સાથે વાતો કરે છે.” પછી શિવ કહે છે કે, “આ મને બહુ માને છે. તું એ રીતે બહુમાનવાળો નથી.”
એકવાર શિવ પોતાની આંખો કાઢી નાંખીને રહ્યા છે. બ્રાહ્મણ આવ્યો, રડીને શાંત થયો. ભીલ આવ્યો, શિવની આંખ ન દેખાઈ એટલે પોતાની આંખો બાણનાં અણિદાર ભાગથી ઉખેડી નાંખીને શિવને લગાડી દે છે. પછી શિવે બ્રાહ્મણને પ્રતીતિ કરાવી (કે આનું બહુમાન જોરદાર છે...)