________________
છઠ્ઠી છત્રીસી હવે છઠ્ઠી છત્રીસી કહે છે –
શબ્દાર્થ - આઠ પ્રકારના જ્ઞાનાચાર, આઠ પ્રકારના દર્શનાચાર, આઠ પ્રકારના ચારિત્રાચાર, આઠ પ્રકારના વાદીના ગુણોથી યુક્ત અને ચાર પ્રકારની બુદ્ધિથી સમૃદ્ધ - આમ છત્રીસગુણોવાળા ગુરુ જય પામો. (૭)
પ્રેમીયા વૃત્તિનો ભાવાનુવાદ - જ્ઞાન એટલે જ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમથી થનારો જીવનો ભાવ. તેના આચારો તે જ્ઞાનાચારો. તે આઠ પ્રકારે છે. તે આ પ્રમાણે – ૧ કાળ, ૨ વિનય, ૩ બહુમાન, ૪ ઉપધાન, ૫ અનિદ્વવ, ૬ વ્યંજન, ૭ અર્થ અને ૮ તે ઉભય. દશવૈકાલિકસૂત્રની નિયુક્તિમાં અને તેની વૃત્તિમાં કહ્યું છે -
“હવે જ્ઞાનાચારને કહે છે.
(૧) કાલઃ અંગપ્રવિષ્ટ, અંગબાહ્ય વગેરે જે જે શ્રુતના અભ્યાસ માટેનો જે જે શાસ્ત્રીયકાળ હોય, તે તે શ્રુતનો તે તે કાળમાં જ સ્વાધ્યાય કરવો અન્યકાળે નહિ, કેમકે એ તીર્થકરની આજ્ઞા છે. વળી ખેતી વગેરે પણ કાળમાં કરીએ તો ફલ અને અકાળે કરીએ તો ફલાભાવ દેખાય જ છે.
આમાં કથાનક આ છે કે
એક સાધુ સાંજનું કાલગ્રહણ લઈને પહેલો પ્રહર પસાર થઈ ગયા બાદ પણ ઉપયોગ ન રહેવાથી કાલિક શ્રુતનો પાઠ કરે છે, સમ્યગૃષ્ટિ દેવતા વિચારે છે કે, “બીજો હલકો દેવતા આ સાધુને હેરાન ન કરે !...” એટલે કુંડમાં છાસ લઈને ““છાશ લો, છાશ લો” એમ તે સાધુની આગળ વારંવાર ગમનાગમન કરે છે. તેના દ્વારા લાંબા કાળ સુધી સાધુને સ્વાધ્યાયનો વ્યાઘાત કરે છે.
સાધુએ કહ્યું કે, અણપઢ ! આ વળી ક્યો છાસ વેંચવાનો કાળ છે? સમય તો જો.” દેવતાએ પણ કહ્યું કે, “અહો ! આ ક્યો કાલિકશ્રુતનો સ્વાધ્યાય કરવાનો કાળ છે.” પછી સાધુએ જાણ્યું કે, “આ સામાન્ય સ્ત્રી નથી” એટલે એણે ઉપયોગ મૂક્યો. ખબર પડી કે