________________
३७८
આઠ પ્રકારના મદસ્થાનો ઉત્તમ, અધમ, મધ્યમ એમ અનેક પ્રકારના જાતિભેદોને જોઈને ક્યો બુદ્ધિશાળી માણસ ક્યારેય જાતિમદ કરે? (૧) અકુલીનોને પણ બુદ્ધિ, લક્ષ્મી, શીલ વાળા જોઈને મોટા કુળમાં ઉત્પન્ન થયેલાઓએ પણ કુળનો મદ ન કરવો. (૫) પુષ્ટિ અને હાનિના ધર્મવાળા, સાત ધાતુમય શરીરમાં જરા અને રોગથી પરાભવ કરવા યોગ્ય એવા રૂપનો મદ કોણ કરે? (૧૧) જો બળવાનો પણ જરામાં, મૃત્યુમાં અને કર્મના ફળમાં બળ રહિત થાય છે તો તેમનો બળનો મદ ફોગટ છે. (૧૦) શ્રીગણધરભગવંતોના શ્રતના નિર્માણ અને શ્રુતનું ધારણ સાંભળીને ક્યો બુદ્ધિશાળી માણસ શ્રુતનો મદ કરે ? (૧૬) શ્રી ઋષભપ્રભુ અને શ્રીવીર પ્રભુની તપની દઢતા સાંભળીને કોણ પોતાના અલ્પ તપમાં મદ કરે ? (૧૩) અંતરાયના ક્ષયથી જ લાભ થાય છે, બીજી રીતે નહીં. તેથી વાસ્તવિકતાને જાણનારો લાભનો મદ ન કરે. (૩) ઐશ્વર્ય ખરાબ શીલવાળી સ્ત્રીની જેમ ઉજ્વળ ગુણથી પણ ભ્રષ્ટ કરે અને દોષવાનનો પણ આશ્રય કરે. વિવેકીઓને માટે તે મદ માટે થતો નથી. (૮)' (૪/૧૩ શ્લોકની વૃત્તિ)
ગુરુ આઠ મદસ્થાનોનો ત્યાગ કરે છે. આમ છત્રીસ ગુણોના સમૂહની સમૃદ્ધિવાળા ગુરુ બધે જય પામો. (૬)
આમ પાંચમી છત્રીસી સમાપ્ત થઈ.
+
लोगस्स सारं धम्मो, धम्म पि य नाणसारयं बिंति । नाणं संजमसारं, संजमसारं च निव्वाणं ॥
લોકનો સાર ધર્મ છે, ધર્મનો પણ સાર જ્ઞાન છે, જ્ઞાનનો સાર સંયમ છે, સંયમનો સાર નિર્વાણ છે. न कयं दीणुद्धरणं, न कयं साहम्मियाण वच्छल्लं । हिययम्मि वीयरागो, न धारिओ हारिओ जम्मो ॥
દીનોનો ઉદ્ધાર ન કર્યો, સાધર્મિકોનું વાત્સલ્ય ન કર્યું, હૃદયમાં વીતરાગને ધારણ ન કર્યા, તો જન્મ હારી જવાયો. एगो जायइ जीवो, एगो मरिऊण तह उवज्जेई । एगो भमइ संसारे, एगो चिय पावए सिद्धि ॥
જીવ એકલો જન્મે છે અને એકલો મરીને ઉત્પન્ન થાય છે, તે એકલો સંસારમાં ભમે છે અને એકલો જ સિદ્ધિને પામે છે.
+