________________
આઠ પ્રકારના મદસ્થાનો
૩૭૭
જેમણે અત્યંત ચપળ ઘોડા જેવી પાંચે ઇન્દ્રિયોને જીતીને પોતાના વશમાં કરી છે તે પુરુષોમાં સિંહ સમાન (મહાત્માઓ) જ જગતમાં સુખી છે. (૩)
જેમણે શરદઋતુના ચન્દ્ર જેવા શ્રુતજ્ઞાનરૂપી પાણીની ધારાઓ વડે પોતાનું મન ધોઈને ખૂબ પ્રસન્ન કર્યું તેઓ સુખ પામ્યા. (૪)
જે શ્રેષ્ઠ મનુષ્યો બધા જીવોને વિષે દયાવાળા હોય છે તેમના હાથરૂપી કમળના તલમાં લક્ષ્મી ભમરીની જેમ આશ્રય કરે છે. (૫)
બીજાને દુઃખી કરનારા વચનો બોલવાથી અટકેલા ઉત્તમ પુરુષોને આલોકમાં અને પરલોકમાં કલ્યાણોની શ્રેષ્ઠ પરંપરા મળે છે. (૬)
જેમનું શીયળરૂપી બન્નર કામના તીક્ષ્ણ બાણોથી ભેદાયું નહીં તેમણે કપૂર જેવી નિર્મળ કીર્તિથી પૃથ્વીતલને ભર્યું. (૭)
ખરાબ લોકોના સંસર્ગનો ત્યાગ કરવામાં આદરવાળા જીવોની ગુણોરૂપી વેલડી સારા વિવેક રૂપી ફળોના સમૂહ રૂપ ઉલ્લાસને પામે છે. (૮)
આ તે સાત સુખો છે જે જગતમાં પ્રસિદ્ધ છે. આમનાથી જે સુખી છે તે જ હકીકતમાં સુખી છે. (૯)’
ગુરુ સાત સુખોથી યુક્ત હોય છે.
મદ એટલે અભિમાન. સ્થાન એટલે આશ્રય. મદોના સ્થાનો તે મદસ્થાનો. તે આઠ પ્રકારના છે. તે આ પ્રમાણે - ૧ જાતિમદ, ૨ કુળમદ, ૩ રૂપમદ, ૪ બળમદ, પ શ્રુતમદ, ૬ તપમદ, ૭ લાભમદ અને ૮ ઐશ્વર્યમદ. ઉપદેશમાળામાં અને તેની વૃત્તિમાં કહ્યું છે –
ગાથાર્થ - જાતિ, કુળ, રૂપ, બલ, શ્રુત, તપ, લાભ, ઐશ્વર્ય - આ આઠના મદથી મત્ત થયેલો અશુભ એવા આ જ સ્થાનોને સંસારમાં ઘણીવાર બાંધે છે. (૩૩૦)
ટીકાર્થ - જાતિ એટલે બ્રાહ્મણ વગેરે જાતિ. કુળ એટલે ઉગ્ર વગેરે કુળ. રૂપ એટલે શરીરનું સૌંદર્ય. બળ એટલે શક્તિ. શ્રુત એટલે આગમોનું જ્ઞાન. તપ એટલે અનશન વગેરે. લાભ એટલે ઇષ્ટ વસ્તુની પ્રાપ્તિ. ઐશ્વર્ય એટલે સંપત્તિનું પ્રભુત્વ. અહીં દ્વંદ્વ સમાસ છે. આ આઠ એ ચિત્તના ઉન્માદમાં કારણ હોવાથી આઠ મદસ્થાનો છે. તેમનાથી મત્ત થયેલો જીવ સંસારમાં અશુભ એવા એ જાતિ વગેરેને જ અનંતગુણા બાંધે છે. 7 શબ્દ અધ્યવસાયની વિચિત્રતાથી તરતમતા બતાવવા માટે છે. (૩૩૦)’
યોગશાસ્ત્રની વૃત્તિમાં આઠ મદસ્થાનોનો ત્યાગ કરવા માટે આ રીતે ઉપદેશ આપ્યો છે -