________________
૩૭૪
સાત પ્રકારની પિડેષણા અને સાત પ્રકારની પારૈષણા સિદ્ધાંતમાં કહ્યા છે. (૧૩૨૦)
ગુરુ સાત ભયોથી મુક્ત હોય છે.
પિંડ એટલે ભોજન. એષણા એટલે ગ્રહણ કરવાની રીત. પિંડની એષણા તે પિડેષણા. તે સાત પ્રકારની છે. તે આ પ્રમાણે છે - ૧ અસંસૃષ્ટા, ૨ સંસૃષ્ટા, ૩ ઉદ્ધતા, ૪ અલ્પલેપા, ૫ અવગૃહીતા, ૬ પ્રગૃહીતા અને ૭ ઉજિઝતધર્મા. પાન એટલે જલ. એષણા એટલે ગ્રહણ કરવાની રીત. પાનની એષણા તે પાનૈષણા. તે પણ પિડેષણાની જેમ સાત પ્રકારની છે. પ્રવચનસારોદ્ધારમાં અને તેની વૃત્તિમાં કહ્યું છે -
ગાથાર્થ - (૧) સંસા , (૨) અસંતૃષ્ટા, (૩) ઉદ્ધતા, (૪) અલ્પલેપિકા, (૫) અવગૃહિતા, (૬) પ્રગૃહિતા અને (૭) ઉક્ઝિતધર્મા-એ સાત ગ્રહઔષણા છે. (૭૩૯)
ટીકાર્ય - સિદ્ધાંતની ભાષામાં પિંડને ભક્ત કહેવાય છે. તેને ગ્રહણ કરવાના પ્રકાર તે પિંÖષણા. તે સાત પ્રકારે છે - (૧) અસંસૃષ્ટા, (૨) સંસૃષ્ટા, (૩) ઉદ્ધતા, (૪). અલ્પલંપિકા, (૫) અવગૃહિતા, (૬) પ્રગૃહિતા, (૭) ઉજિઝતધર્મા. આ સાતે એક બીજાથી ઉત્તરોત્તર અતિ વિશુદ્ધ હોવાથી – આ પ્રમાણે ક્રમ બતાવ્યો છે. ગાથામાં જે પહેલા સંસૃષ્ટા લેવામાં આવી છે તે ગાથાના છંદભંગના ભયથી લીધેલ છે. સાધુઓ બે પ્રકારના છે – ગચ્છવાસી અને ગચ્છબાહ્ય. તેમાં ગચ્છવાસી સાધુઓને સાતે પ્રકારની પિડૅષણાની (અનુજ્ઞા) છૂટ છે. જ્યારે ગચ્છબાહ્ય સાધુઓ માટે પહેલી બે અગ્રહણ યોગ્ય છે અને પાછળની પાંચમાંથી બેનો અભિગ્રહ હોય છે. (૭૩૯)
આ સાતે ભિક્ષાની વ્યાખ્યા ગ્રંથકાર પોતે જ કરે છે –
ગાથાર્થ - પ્રથમ સંસૃષ્ટા ભિક્ષા-હાથ અને માત્રક (વાસણ) વડે ગ્રહણ કરતા થાય છે. બીજી ભિક્ષા પહેલી ભિક્ષાથી વિપરીતપણે ગ્રહણ કરતા થાય છે. (૭૪૦)
ટીકાર્ય - ૧. સંસૃષ્ટા ભિક્ષા તે હાથ અને માત્રક એટલે વાસણ વડે થાય છે. એટલે કે છાશ, ઓસામણ વગેરેથી ખરડાયેલ હાથ વડે અને ખરડાયેલ માત્રક એટલે વાટકી વગેરે વડે ભિક્ષા ગ્રહણ કરનાર સાધુને સંસૃષ્ટા નામે પહેલી ભિક્ષા થાય છે. આ ભિક્ષા બીજી હોવા છતાં પણ મૂળગાથાની અપેક્ષાએ પ્રથમ છે.
સંસૃષ્ટિ અને અસંસૃષ્ટ, સાવશેષ અને નિરવશેષ દ્રવ્યો વડે આઠ ભાંગા થાય છે. તેમાં સંસૃષ્ટ-હાથ, સંસૃષ્ટ-માત્રક, સાવશેષ-દ્રવ્ય-એ આઠમો ભાંગો ગચ્છબાહ્ય સાધુઓને પણ ખપે છે. બાકીના ભાંગાઓ ગચ્છવાસી સાધુઓને સૂત્ર-હાનિ વગેરે કારણને આશ્રયીને ખપે છે.
૨. અસંસૃષ્ટા ભિક્ષા: અસંસૃષ્ટ હાથથી અસંસૃષ્ટ માત્રક (ભાજન) વડે ભિક્ષા ગ્રહણ