________________
પાંચમી છત્રીસી
હવે પાંચમી છત્રીસી કહે છે –
શબ્દાર્થ - સાત ભયોથી રહિત, સાત પિડેષણાઓથી યુક્ત, સાત પાનૈષણાઓથી યુક્ત, સાત સુખોથી યુક્ત, આઠ મદસ્થાનોથી રહિત - આમ છત્રીસ ગુણોવાળા ગુરુ જય પામો. (૬)
પ્રેમીયા વૃત્તિનો ભાવાનુવાદ - ભયમોહનીય કર્મના ઉદયથી થનારો જીવનો વિશેષ પ્રકારનો ભાવ તે ભય. તે સાત પ્રકારનો છે. તે આ પ્રમાણે – ૧ આલોકનો ભય, ર પરલોકનો ભય, ૩ ચોરીનો ભય, ૪ કારણ વિનાનો ભય, ૫ આજીવિકાનો ભય, ૬ મરણનો ભય અને ૭ અપયશનો ભય. પ્રવચનસારોદ્ધારમાં અને તેની વૃત્તિમાં કહ્યું છે -
“ગાથાર્થ - ૧ આલોકનો ભય, ૨ પરલોકનો ભય, ૩ ચોરીનો ભય, ૪ કારણ વિનાનો ભય, ૫ આજીવિકાનો ભય, ૬ મરણનો ભય, ૭ અપયશનો ભય - આ સાત ભયસ્થાનો સિદ્ધાંતમાં કહ્યા છે. (૧૩૨૦)
ટીકાર્ય - ભયમોહનીય પ્રકૃતિથી થનારો આત્માનો પરિણામ તે ભય છે. તેના સ્થાનો એટલે આશ્રયો તે ભયસ્થાનો. તેમાં (૧) મનુષ્ય વગેરેને સમાન જાતિવાળા બીજા મનુષ્ય વગેરે થકી જે ભય તે આલોકનો ભય છે. આલોક એટલે અધિકૃત ભીતિવાળા જીવની જાતિમાં જે લોક છે તે આલોક. તેનાથી ભય તે આલોકભય એવી વ્યુત્પત્તિ થવાથી. (૨) પર થકી એટલે કે તિર્યંચ વગેરે વિજાતીય થકી મનુષ્ય વગેરેનો જે ભય તે પરલોકભય છે. (૩) લઈ લેવું તે આદાન. તેની માટેનો ભય તે આદાનભય, એટલે કે “મારી પાસેથી આ આને લઈ લેશે” એવો જે ચોરો વગેરે થકી ભય તે આદાનભય. (૪) તથા બાહ્ય-નિમિત્તોની અપેક્ષા વિના ઘર વગેરેમાં જ રહેલાને રાત્રિ વગેરેમાં ભય થાય તે અકસ્માદૂ-ભય. (૫) તથા “ધન-ધાન્ય વગેરે વિનાનો હું દુકાળમાં શી રીતે જીવીશ?' એમ દુકાળ પડવાનું સાંભળવાથી ભય થવો તે આજીવિકાભય. (૬) નિમિત્તિયા વગેરે વડે “તું મરી જઈશ' વગેરે કહે છતે ભય થવો તે મરણભય. (૭) અકાર્ય કરવા માટે તૈયાર વ્યક્તિને વિવેચના થવા પર લોકોમાં નિંદા થવાની વિચારણા કરીને ભય થવો તે અશ્લોકભય. આ સાત ભયસ્થાનો