________________
૩૭૫
સાત પ્રકારની પિંડૈષણા અને સાત પ્રકારની પાનૈષણા
કરનાર સાધુઓને અસંસૃષ્ટા ભિક્ષા થાય છે. અહીં પણ અસંસૃષ્ટ હાથ, અસંસૃષ્ટ માત્રક, સાવશેષદ્રવ્ય અથવા નિરવશેષદ્રવ્ય હોય, તેમાં નિરવશેષદ્રવ્યમાં પશ્ચાત્કર્મનો દોષ લાગે છે. છતાં પણ ગચ્છમાં ઘણાં બાલ-વૃદ્ધ વગેરે હોવાથી તેનો નિષેધ નથી. આથી સૂત્રમાં તેની ચિંતા કરેલ નથી. (૭૪૦)
ગાથાર્થ - પોતે કરેલ ભોજનને મૂળ વાસણમાંથી બીજા વાસણમાં કાઢવું તે ઉદ્ધૃતા નામે ત્રીજી ભિક્ષા છે. વાલ, ચણા વગેરે લેપ વગરની ભિક્ષા તે અલ્પલેપ નામે ભિક્ષા છે. (૭૪૧)
ટીકાર્થ - ૩. ઉદ્ધૃતા ભિક્ષા : પોતાના પ્રયત્નથી જ બનાવેલ ભોજનને મૂળ થાળી વગેરે વાસણમાંથી બીજી થાળી વગેરે વાસણમાં કાઢવું, તે ઉદ્ધૃતા. તેને સાધુ ગ્રહણ કરે તો ઉદ્ધૃતા નામે ત્રીજી ભિક્ષા થાય.
૪. અલ્પલેપા ભિક્ષા - વાલ, ચણા, પૌંઆ, પૂડલા વગેરે લેપ વગરની નિરસભિક્ષા. અલ્પ શબ્દ અભાવ વાચક અર્થમાં છે, માટે અલ્પલેપા એટલે લેપવગરની અથવા પશ્ચાત્કર્મ વગેરેથી ઉત્પન્ન થયેલ કર્મસંબંધ જેમાં થોડો છે તે અલ્પલેપા.
આચારાંગસૂત્રમાં કહ્યું છે કે, પાત્રામાં ગ્રહણ કર્યા પછી જેમાં અલ્પ પશ્ચાત્કર્મ વગેરે હોય અને અલ્પપર્યાયજાત હોય એટલે કે થોડા ફોતરા વગેરે છોડવાના હોય, તે અલ્પલેપા. અહીં પૌંઆ વગેરે ગ્રહણ કરે છતે પશ્ચાત્કર્મ આદિ અલ્પ થાય છે. તથા પર્યાયજાત પણ અલ્પ હોય છે. (૭૪૧)
ગાથાર્થ - ભોજન સમયે શરાવડા વગેરે કાંસાના વાસણમાં મૂકી રાખેલ હોય તે અવગૃહિતા ભિક્ષા. જે આપવા માટે કે ખાવા માટે હાથમાં લીધેલ ભોજન (અશન) વગેરે તે પ્રગૃહિતા. (૭૪૨)
::
ટીકાર્થ - ૫. અવગૃહિતા ભિક્ષા : ભોજન સમયે શ૨ાવડા તથા કાંસા વગેરેના વાસણમાં ખાવાની ઇચ્છાથી જે ભાત વગેરે કાઢેલ હોય, તેને ગ્રહણ કરનાર સાધુની ભિક્ષા અવગૃહિતા નામે પાંચમી ભિક્ષા થાય છે. આમાં કદાચ આપનારે પહેલા પાણીથી હાથ કે વાસણ ધોયા હોય અને તે હાથ કે વાસણમાંનું પાણી સૂકાઈ ગયું હોય તો ભિક્ષા લેવી ખપે. જો થોડી પણ ભિનાશ હોય તો ન ખપે.
૬. પ્રગૃહિતા ભિક્ષા : ભોજન વખતે ખાનારાઓને પીરસવા માટે પીરસનારાએ તપેલા વગેરેમાંથી ચમચા વગેરે દ્વારા ભોજન કાઢ્યું હોય પણ ખાનારાને આપ્યું ન હોય અને સાધુને આપે અથવા ખાનારાએ ખાવા માટે પોતાના હાથમાં જે અશન વગેરેનો કોળીયો લીધો હોય, તે સાધુને આપે તો પ્રગૃહિતા નામની છઠ્ઠી ભિક્ષા થાય છે. (૭૪૨)