________________
છ પ્રકારના કાયો
૩૧૩ ઉત્તર : અહીં ઉદક એટલે વિશેષ પ્રકારની અનંતકાયરૂપ વનસ્પતિ જ સમજવી. કેમકે કહ્યું છે કે “ઉદક, અવક, પનક...” આમ પનકના = નિગોદના સમાનાર્થી શબ્દ તરીકે ઉદકનો ઉલ્લેખ આવતો હોવાથી ઉદક = અનંતકાયવિશેષ લઈ શકાય.
બીજાઓ કહે છે કે ઉદક એટલે પાણી જ લેવું. વનસ્પતિનો અધિકાર ચાલુ છે, છતાં એમાં પાણીની વાત કરી છે એ એટલા માટે કે પાણીમાં અવશ્ય વનસ્પતિ હોય જ છે. (પાણીમાં નિગોદ માની છે...માટે)
તથા સાધુ ઉત્તિર્ગમાં અને પનકમાં ન ઊભો રહે. તેમાં ઉસિંગ એટલે સર્પચ્છત્રાદિ (?) (આમ તો કીડીના નગરા પ્રસિદ્ધ છે.)
પનક એટલે ઉત્સિવનસ્પતિ = નિગોદ. (૮/૧૧) વનસ્પતિકાયની વિધિ કહેવાઈ. ત્રસકાયની વિધિને કહે છે –
ગાથાર્થ - વાણીથી કે કર્મથી ત્રસ જીવોને ન હણે. સર્વભૂતોમાં ઉપરત તે વિવિધ જગતને જુએ. (૮/૧૨)
ટીકાર્ય - સાધુ વાણીથી કે કર્મથી = ક્રિયાથી બેઇન્દ્રિયાદિને ન હe. પ્રશ્નઃ મનનું ગ્રહણ કેમ નથી કર્યું? ઉત્તરઃ મન તો વાણી અને કર્મમાં અન્તર્ગત હોય છે, એટલે તેનું ગ્રહણ કર્યું નથી.
વળી બધા જીવોને વિશે ઉપરત થયેલો એટલે કે બધા જીવોમાં દંડ = હિંસા જેણે છોડી દીધી છે એવો તે સાધુ વિવિધ જગતને જુએ. એટલે કે “આ જગત કર્મને પરતંત્ર છે નરકાદિ ચારગતિ રૂપ છે” આ બધું જ નિર્વેદને માટે = વૈરાગ્યને માટે જુએ. (૧૨) (સટીક દશવૈકાલિકસૂત્રના મુનિશ્રી ગુણવંસવિજયજી મ. કૃત ભાવાનુવાદમાંથી સાભાર) આમ છત્રીસ ગુણોના સમૂહથી અલંકૃત ગુરુ જગતમાં શ્રેષ્ઠ પ્રકર્ષને પામો. (૪)
આમ ત્રીજી છત્રીસી સમાપ્ત થઈ.
___ फासिंदी १ रसणिदी २ घाणिंदी ३ चक्खुणिदि ४ य सोयं ५ । एयाणि इक्विक, जीवं पाडेइ संसारे ॥
(૧) સ્પર્શનેન્દ્રિય, (૨) રસનેન્દ્રિય, (૩) ઘ્રાણેન્દ્રિય, (૪) ચક્ષુરિન્દ્રિય અને (૫) શ્રોત્રેન્દ્રિય - આ એક એક ઇન્દ્રિય જીવને સંસારમાં પાડે છે.