________________
૩૧૨
તેજસ્કાયની વિધિ કહેવાઈ ગઈ. હવે વાયુકાયની વિધિ કહે છે
ગાથાર્થ - પંખા, પત્ર, શાખા કે વિધૂનનથી પોતાની કાયાને કે બાહ્યપુદ્ગલને વીંઝે નહિ. (૮/૯)
છ પ્રકારના કાયો
ટીકાર્થ - તાલવૃત્ત = એક વિશેષપ્રકારનો પંખો. પત્ર = પદ્મિનીપત્ર (પાંદડું વગેરે...) શાખા = વૃક્ષની ડાળ. વિધૂનન = પંખો.
આ બધાથી સાધુ પોતાના શરીરને પણ ન વીંઝે. તથા ગરમપાણી વગેરે રૂપ બાહ્યપુદ્ગલને પણ ન વીંઝે. (૮/૯)
વાયુકાયની વિધિ કહેવાઈ ગઈ. હવે વનસ્પતિની વિધિ કહે છે -
ગાથાર્થ - તૃણ, વૃક્ષને તથા કોઈકના ફલ, મૂળને ન છેદે. કાચા વિવિધબીજને મનથી પણ ન ઇચ્છે. (૮/૧૦)
ટીકાર્થ - તૃળવૃક્ષ આ એકવદ્ભાવ = સમાહારદ્વન્દ્વ સમાસ થયેલો છે (માટે જ એકવચન
છે.)
તૃણ એટલે દર્ભ વગેરે પ્રકારનું ઘાસ.
વૃક્ષ એટલે કદંબાદિ વૃક્ષો.
આ બધાને છેદવા નહિ.
તથા કોઈક વૃક્ષાદિના ફલને કે મૂળને પણ ન છેદવા.
તથા અનેકપ્રકારનાં જે બીજ શસ્ત્રથી હણાયેલા ન હોય = કાચા = સચિત્ત હોય તેને મનથી પણ ન ઇચ્છે, તો ખાવાની તો વાત જ ક્યાં રહી ? (૮/૧૦)
ગાથાર્થ - ગહનોમાં, બીજોમાં કે હિરતોમાં ન રહે. તથા પાણીમાં, ઉનિંગમાં કે પનકમાં સદાય ન ઊભો રહે. (૮/૧૧)
=
=
ટીકાર્થ - ગહન વનનિકુંજ = ગાઢજંગલવિસ્તારો ત્યાં સાધુ ન રહે, ન ઊભો રહે...કેમકે ત્યાં વનસ્પતિનો સંઘટ્ટો વગેરે દોષ લાગી શકે છે.
તથા બધે ફેલાયેલા, વીખરાયેલા શાલિ વગેરે બીજો ઉપર કે દૂર્વા વગે૨ે હરિત ઉ૫૨ સાધુ ન ઊભો રહે. તથા કાયમ માટે ઉદકમાં ન ઊભો રહે.
પ્રશ્ન ઃ વનસ્પતિનો અધિકાર ચાલે છે, એમાં ઉદક
=
પાણીની વાત ક્યાંથી આવી ?