________________
છ પ્રકારના કાયો
૩૧૧
ઉત્તર : જે પાણી ઉકાળેલું હોય, તપાવેલું છતું જે પ્રાસુક = ત્રણ ઉકાળાવાળું થયું હોય નહિ કે માત્ર ગરમપાણી તે પાણીને સાધુ વૃત્તિને માટે = નિર્વાહને માટે જીવન ટકાવવાને
માટે ગ્રહણ કરે.
આ પ્રાસુક તપ્તપાણીનું ગ્રહણ એ સૌવીરાદિનું ઉપલક્ષણ છે (એટલે કે અહીં ભલે ત્રણ ઉકાળાવાળા પાણીની જ વાત કરી. પણ એનાથી સમજી લેવું કે કાંજી વગેરે પણ અચિત્તપાણી રૂપ હોવાથી લઈ શકાય.) (૮/૬)
ગાથાર્થ - પોતાના ભીના શરીરને પુંછે નહિ, સંલેખે નહિ. તથાભૂતકાયને જોઈને મુનિ સંઘટ્ટો ન કરે. (૮/૭)
ટીકાર્થ - સાધુ નદી ઊતર્યો હોય ત્યારે અથવા ભિક્ષા માટે ગયો હોય અને વરસાદ પડી ગયો હોય ત્યારે તેનું પોતાનું શરીર પાણીના ટીપાંઓથી ભરેલું હોય અથવા તો પછી સ્નિગ્ધ હોય (પાણીના સ્પષ્ટ ટીપાઓ ન દેખાય, પણ પાણીની ભીનાશ હોય) તો આવા શરીરને સાધુ વસ્ત્રથી કે ઘાસ વગેરેથી લુછી ન નાંખે. એમ હાથથી સંલેખન પણ ન કરે. (ભીના શરીર ઉપર હાથ ઘસી ન નાંખે.)
ઊલટું ઉદકાર્દ્ર વગેરેરૂપ તે કાયાને જોઈને સાધુ લેશ પણ સ્પર્શ ન કરે.
(આશય એ કે લૂંછવાદિની વાત તો દૂર રહી, સાધુ તો એ શરીરને સ્પર્શ પણ ન કરે.) (૮/૭)
અપ્લાયવિધિ કહેવાયો. હવે તેજસ્કાયની વિધિ કહે છે.
ગાથાર્થ - ઈંગાલ, અગ્નિ, અર્ચિ, સજ્યોતિ અલાતને મુનિ ઉંજન, ઘટ્ટન કે નિર્વાપન ન કરે. (૮૮)
ટીકાર્થ - જ્વાળા વિનાની અગ્નિ એ અંગારો. (લાલચોળ કોલસો.) તપાવેલા લોખંડનાં ગોળામાં રહેલી અગ્નિ એ અગ્નિ કહેવાય. જે અગ્નિની જ્વાળા છેદાઈ ગયેલી છે તે અર્ચિ (મોટી અગ્નિ ભડકે બળતી હોય ત્યારે આકાશમાં અમુક અગ્નિ નીચેની અગ્નિથી છુટી પડેલી પણ દેખાય...આ અર્ચિ છે.) અગ્નિવાળું એવું ઊંબાડીયું.
આ બધાં અગ્નિને સાધુ ઉત્સિંચન અને ઘટ્ટન ન કરે.
=
તેમાં ઉંજન : ઉત્સેચન પ્રદીપાદિનું થાય. (દીવામાં તેલ પૂરવું એ.) ઘટ્ટન એટલે પરસ્પર ચલાવવા. (અગ્નિને હલાવવા...)
તથા સાધુ એ અગ્નિને બુઝવે નહિ, એનો અભાવ ન કરે. (૮/૮)