________________
૩૧૦
નથી થતી...એટલે એવી અન્તરિત પૃથ્વીમાં બેસવામાં કોઈ દોષ નથી.)
તથા પૃથ્વીની રજથી ખરડાયેલા આસન ઉપર સાધુ ન બેસે. (રજ સચિત્ત છે માટે.) (અહીં નિષીદનનું ગ્રહણ કરેલું છે, એનાથી ઊભા રહેવું, ઊંઘવું વગેરેનું પણ ગ્રહણ કરી લેવું.)
છ પ્રકારના કાયો
જો પૃથ્વી અચિત્ત હોય, તો તેને ઓઘાથી પ્રમાર્જીને તેના ઉપર બેસે.
આ નિષીદન પણ ‘એ પૃથ્વી અચિત્ત છે’ એમ જાણીને જ કરવું. તથા જે માલિકના સંબંધી એ પૃથ્વી છે, તેની પાસે તે પૃથ્વી પર બેસવાની રજા લઈ નિષીદન કરવું.
(વૃત્તિકાર લખે છે કે ‘જ્ઞાત્વા કૃતિ અશ્વેતનાં જ્ઞાત્વા’ આનો અર્થ એ કે ગાથામાં જ્ઞાત્વા શબ્દ હોવો જોઈએ. તો જ વૃત્તિકા૨ એનો અર્થ કરે ને ? જો ખાત્તા નો અર્થ જ્ઞાત્વા કરો તો એ પણ બરાબર નથી. કેમકે વૃત્તિમાં તરત જ યાયિત્વા... એમ લખ્યું છે. એટલે એ નાત્તા શબ્દનો યાયિત્વા અર્થ તો લીધો જ છે. એટલે જ્ઞાત્વા નો સૂચક કોઈ શબ્દ ગાથામાં નથી. કોઈ એમ કહે કે ‘‘વૃત્તિકાર પોતાની રીતે અમુક શબ્દો બહારથી લાવીને અર્થ સંગત કરી શકે છે’” તો એનો ઉત્તર એ કે એ વાત સાચી. પણ વૃત્તિકાર જ્યારે બહારથી કંઈક ઉમેરે, ત્યારે કાં તો વાવશેષ: કે કૃતિ શમ્યતે ઇત્યાદિ લખે. ધારો કે એ કંઈ ન લખે તો ય પોતે જ પોતાના શબ્દનો અર્થ દર્શાવવાનું કામ ન કરે. એ સીધું એમ જ લખી દે કે ‘અશ્વેતનાં જ્ઞાત્વા’ જ્યારે અહીં તો જ્ઞાત્વા કૃતિ અચેતનાં જ્ઞાત્વા. એમ લખ્યું છે. જ્ઞાત્વા શબ્દનો અર્થ ખોલ્યો છે...
એટલે આ બાબતમાં વિશેષ તો બહુશ્રુતો જાણે...)
પૃથ્વીકાયવિધિ કહેવાઈ. (૮/૫)
હવે અટ્કાયની વિધિ કહે છે -
ગાથાર્થ - શીતોદક, શિલા, વૃષ્ટ, હિમને ન સેવે. સંયત તપ્ત, પ્રાસુક ઉષ્ણોદક ગ્રહણ કરે. (૮/૬)
ટીકાર્થ - જમીનમાંથી ઉદ્ભવ પામતાં (કુવા વગેરેના પાણીરૂપ) સચિત્તપાણીને સાધુ ન સેવે. તથા સાધુ શિલા, વૃષ્ટ અને હિમને ન સેવે. તેમાં શિલા શબ્દના ગ્રહણથી કરાઓ સમજવાના છે. વૃષ્ટ વરસાદ. હિમ એ પ્રતીત છે (બરફ). એ પ્રાયઃ ઉત્તરાપથમાં કાશ્મીર વગેરેમાં થાય છે.
=
પ્રશ્ન : જો આમ હોય તો આણે કેવી રીતે વર્તવું ? (અર્થાત્ ક્યું પાણી વાપરીને નિર્વાહ કરવો ?)