________________
૩O૯
છ પ્રકારના કાયો
આવું છે, માટે
ગાથાર્થ - તેઓના અક્ષણયોગથી સતત મનવચનકાયાથી થવું જોઈએ. આ રીતે સંયત થાય છે. (૮૩)
ટીકાર્ય - તે પૃથ્વી વગેરે જીવો છે, માટે તેમની હિંસાનો વ્યાપાર ન થાય એ રીતે ભિક્ષુએ મનથી, વચનથી અને કાયાથી સતત રહેવું જોઈએ.
આ રીતે વર્તતો સાધુ અહિંસક એટલે સંયત બને, એ વિના નહિ. (૮૩)
આ રીતે સામાન્યથી ષજીવનિકાયની અહિંસાવડે સંયતપણું કહીને હવે તદ્ગતવિધિને વિધાનથી વિશેષથી કહે છે (ષકાયની અહિંસા સંબંધી જે વિધિ = કાર્ય = કર્તવ્ય = ક્રિયાને વિધાનથી = વિધિપૂર્વક વિશેષથી = પૃથ્વી વગેરે એક એક કાયને આશ્રયીને...)
ગાથાર્થ – સુસમાહિત સંયત ત્રિવિધ કરણયોગથી પૃથ્વી, બિત્તી, શિલા અને લેઉને ન ભિદે, ન સંલેખે. (૮૪)
ટીકાર્થ - પૃથ્વી = ચોખ્ખી પૃથ્વી. ભિત્તી = તટી (નદી વગેરેના કિનારે પડરૂપે થયેલી માટી). શિલા = પથ્થરરૂ૫. લેણું = ઈંટનો ટુકડો.
આ બધાને ભેદવા નહિ અને સંલેખવા નહિ. એમાં ભેદન એટલે એ પૃથ્વી વગેરેના બે ટુકડા કરી દેવા. સંલેખન એટલે કંઈક કોતરવું. શુદ્ધભાવવાળો સાધુ ત્રણ કરણ અને ત્રણ યોગવડે ભેદનાદિ ન કરે. મન-વચન-કાયા એ ત્રણ યોગ, કરવું-કરાવવું-અનુમોદવું એ ત્રણ કરણ. (૮૪)
ગાથાર્થ - શુદ્ધ પૃથ્વી પર ન બેસે. સરજસ્ક આસન પર ન બેસે. જેનો અવગ્રહ હોય, તેની પાસે માંગીને પ્રમાર્જીને બેસે. (૮૫)
ટીકાર્થ - શુદ્ધ પૃથ્વી = જે પૃથ્વી શસ્ત્રથી હણાઈ નથી એટલે કે સચિત્ત છે. અનન્તરિત એવી તે પૃથ્વી પર ન બેસે. (સાધુ અને પૃથ્વીની વચ્ચે વસ્ત્ર વગેરેનું આંતરુ હોય તો એ અન્તરિત બને. પણ સાધુ સીધો જ એ પૃથ્વી પર બેસે તો એ વખતે પૃથ્વી અનન્તરિત કહેવાય. આમ તો અન્તરિતમાં પણ ન જ બેસાય. પણ જે અન્તરિતમાં બેસવાથી હિંસા ન થાય તેમાં બેસાય. દા.ત. આપણે મકાનમાં બેસીએ, તો મકાનની નીચે જમીનમાં સચિત્ત પૃથ્વી છે જ, આપણે પરંપરાએ એના ઉપર બેઠા છીએ. પરંતુ એનાથી કંઈ એ પૃથ્વીની હિંસા