________________
૩૦૮
છ પ્રકારના કાયો મોહને કહે છે :
જેનાથી વિવિધ રૂપે ( શંકા આદિથી) દૂષિત મતિવાળો જીવ ગહન જ્ઞાનભેદોમાં અને ચારિત્રભેદોમાં મુંઝાય અને પરતીર્થિકોની અનેક પ્રકારની સમૃદ્ધિ જોઈને મુંઝાય એ મોહ છે. (૧૯૫૯)
મોહ પમાડીને એ વિષે વિવરણ કરવાની ઇચ્છાવાળા કહે છે -
જે અન્ય જીવને સત્યથી અથવા પરિકલ્પિતથી પરદર્શનમાં મોહ પમાડે એવો જીવ દ્વારગાથાના મોહત્વ = મોહ પમાડીને એ અવયવથી ગ્રહણ કરાય છે = સમજાય છે. (ભાવાર્થ- અન્યદર્શનમાં પણ કેટલીક યુક્તિઓ સત્ય હોય છે, તો કેટલીક અસત્ય = કલ્પિત હોય છે. અન્યદર્શનમાં રહેલી આ બે પ્રકારની યુક્તિઓમાંથી કોઈ પણ યુક્તિથી અમુક અન્યદર્શન પણ સારું છે કે બધાં દર્શનો સારાં છે ઈત્યાદિ રીતે અન્યદર્શન સંબંધી મુંઝવણ ઊભી કરે.) (૧૯૬૦)
આ ભાવનાઓનું ફલ કહે છે -
આ ભાવનાઓનો અભ્યાસ કરીને જીવો દેવલોકમાં કાંદર્ષિક આદિ હલકી દેવજાતિમાં જાય છે, અને ત્યાંથી આવીને અનંત સંસારસમુદ્રમાં પરિભ્રમણ કરે છે. (૧૯૬૧)
(સટીક પંચવસ્તકના આ. શ્રીરાજશેખરસૂરિજી મ. કૃત ભાવાનુવાદમાંથી સાભાર)
ગુરુ ઈન્દ્રિયો, વિષયો, પ્રમાદો, આગ્નવો, નિદ્રા અને કુભાવનાઓમાં યતનાવાળા હોય છે, એટલે કે તેમના ત્યાગમાં પ્રયત્નવાળા હોય છે.
કાય એટલે જીવો. તે છ પ્રકારના છે. તે આ પ્રમાણે - ૧ પૃથ્વીકાય, ૨ અપકાય, ૩ તેજસ્કાય, ૪ વાયુકાય, પ વનસ્પતિકાય અને ૬ ત્રસકાય. ગુરુ આ છ કાયોને વિષે યતનાવાળા હોય છે, એટલે કે તેમના રક્ષણમાં તત્પર હોય છે. દશવૈકાલિકસૂત્રમાં અને તેની વૃત્તિમાં કહ્યું છે –
ગાથાર્થ - પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, તૃણ, વૃક્ષ, બીજ, ત્રસ પ્રાણો જીવ છે એમ મહર્ષિવડે કહેવાયું છે. (૮/૨)
ટીકાર્થ - પૃથ્વી વગેરે પાંચ એકેન્દ્રિય કાયો પૂર્વવતુ સમજવા. (તૃણ, વૃક્ષ, સબીજ = બીજસહિત - આ બધા વનસ્પતિ છે.) ત્રસ પ્રાણીઓ એટલે બેઇન્દ્રિય વગેરે.
આ બધા જીવ છે' એમ મહર્ષિવડે = વર્ધમાનવડે કે ગૌતમવડે કહેવાયું છે. (૮(૨)
(5)