________________
પાંચ પ્રકારની કુભાવનાઓ
૩૦૭
બેસવું વગેરે ક્રિયા સ્થાવર જીવો ઉપર સુગ વિના કરે, સ્થાવર વગેરે જીવો ઉપર ચાલવું વગેરે ક્રિયા કર્યા પછી કોઈ (‘આ ખોટું કર્યું, મિચ્છામિ દુક્કડં આપ.’ એમ) પ્રેરણા કરે તો પણ પશ્ચાત્તાપ પૂર્વક મિચ્છામિ દુક્કડં ન આપે, આવો જીવ નિષ્કુપ છે, આ નિષ્કુપ જીવનું લક્ષણ છે. (૧૬૫૩)
નિરનુકંપને કહે છે :
જે બીજાને કોઈ કારણથી દુઃખી થતો જોઈને ક્રૂરતાથી કઠોર બનીને પોતે દુઃખી ન થાય, એ જીવને વીતરાગ દેવોએ નિરનુકંપ કહ્યો છે. (૧૬૫૪)
આસુરી ભાવના કહી, હવે સંમોહની ભાવના કહે છે :
૧-ઉન્માર્ગદેશક, ૨-માર્ગદૂષક અને ૩-માર્ગવિપ્રતિપત્તિવાળો તથા ૪-પોતાનામાં રહેલા મોહથી અને પ-બીજાને મોહ પમાડીને સંમોહની ભાવના કરે છે. કારણ કે ઉન્માર્ગ દેશના વગેરે સંમોહનના અભ્યાસરૂપ છે. ઉન્માર્ગદેશક વગેરેનો અર્થ નીચેની ગાથાઓમાં કહેશે. (આ દ્વાર ગાથા છે.) (૧૬૫૫)
ઉન્માર્ગદેશકને કહે છે :
જે પારમાર્થિક જ્ઞાનાદિને દૂષિત કરે (વાસ્તવિક સ્વરૂપથી ભિન્ન સ્વરૂપે બતાવે) અને પારમાર્થિક જ્ઞાનાદિથી વિપરીત જ ધર્મના માર્ગનો ઉપદેશ આપે, આવો જીવ ઉન્માર્ગદેશક છે અને તે પરમાર્થથી સ્વ-પર ઉભયનું અહિત જ કરે છે. (૧૯૫૬)
માર્ગદૂષકને કહે છે :
જે કોઈ જીવ પારમાર્થિક જ્ઞાનાદિરૂપ ત્રણ પ્રકારના (મોક્ષ) માર્ગને દૂષિત કરે (એમાં દૂષણો બતાવે) અને જેમણે (વાસ્તવિક) માર્ગનો સ્વીકાર કર્યો છે તે સાધુઓને દૂષિત કરે, તે પાપી જીવ માર્ગદૂષક છે. આવો જીવ પરમાર્થથી નહિ, કિંતુ માત્ર જાતિથી સ્વભાવથી અબુધ છે. (૧૬૫૭)
=
માર્ગવિપ્રતિપત્તિને કહે છે :
જે (કોઈ) અબુધ પારમાર્થિક જ્ઞાનાદિરૂપ માર્ગને જ સ્વકલ્પિત `જાતિ રૂપ તર્કોથી દૂષિત કરીને દેશમાં = અમુક અંશમાં ઉન્માર્ગનો સ્વીકાર કરે એ માર્ગવિપ્રતિપત્તિ છે. અહીં માર્ગના દેશમાં અમુક અંશમાં જ વિપ્રતિપત્તિ છે. (૧૬૫૮)
૧. અહીં જાતિ એટલે વાદીના વાક્યમાં વ્યાપ્તિ વગેરેથી દૂષણ બતાવનાર ન્યાયશાસ્ત્રમાં પ્રસિદ્ધ
વાય.
=