________________
૩૦૬
પાંચ પ્રકારની કુભાવનાઓ કરવું પડે, અર્થાત્ દેવ વગેરેના નોકર બનવું પડે. અહીં અપવાદ છે - જે વિશિષ્ટજ્ઞાની હોય તે ગૌરવરહિત = નિઃસ્પૃહ બનીને ભૂતિકર્મ વગેરે કરે છે તો આરાધક બને છે, વિરાધક બનતો નથી, અને શાસનની પ્રભાવના કરવાથી ઉચ્ચગોત્ર કર્મ બાંધે છે. (૧૯૪૮)
આભિયોગિકી ભાવના કહી, હવે આસુરી ભાવના કહે છે -
જે અનુબદ્ધવિગ્રહ = સદા કલહ કરવાના સ્વભાવવાળો છે, સંસક્તતપ = (સારો) આહાર વગેરે મેળવવા માટે તપ કરે છે, નિમિત્તાદેશી = અતીત વગેરે નિમિત્તને કહે છે, નિષ્કપ = કૃપા રહિત છે, નિરનુકંપ = બીજો દયા માગે તો પણ દયા ન કરે તેવો છે, તે આસુરીભાવનાથી યુક્ત છે. (૧૬૪૯)
ઉક્તગાથાનો વિસ્તારથી અર્થ કહે છે -
જે સતત કલહ કરવાના સ્વભાવવાળો છે, કલહ કર્યા પછી ““હા ! પાપી એવા મેં આ શું કર્યું?” એમ પશ્ચાત્તાપ ન કરે, અપરાધીએ ““મારો આ અપરાધ માફ કરો.” એમ કહીને ખમાવવા છતાં (તીવ્ર) કષાયોદયથી જ સ્વપક્ષ અને પરપક્ષમાં પ્રસન્ન ન થાય, તે અનુબદ્ધવિગ્રહ છે. (અહીં સાધુ-સાધ્વી સ્વપક્ષ છે, ગૃહસ્થ પરપક્ષ છે.) (૧૯૫૦)
સંસક્તતપને કહે છે :
જે સંસક્તતપવાળો છે તેનું મન સદા આહાર, ઉપાધિ અને શયામાં ચોટેલું રહે છે અને એથી રસગૌરવાદિ ભાવથી દૂષિત બનેલ તે અનશનાદિ તપઉપધાનને આહારાદિ માટે કરે છે. (૧૬૫૧).
નિમિત્તાદેશીને કહે છે :
કાલભેદથી નિમિત્તના અતીત, વર્તમાન અને ભવિષ્ય એમ ત્રણ ભેદ છે. તે ત્રણના પ્રત્યેકના લાભ-અલાભ, સુખ-દુઃખ, જીવન અને મરણ એ છ વિષયના ભેદથી છ ભેદ છે. પ્રશ્ન :- આ (=નિમિત્તકથન) આભિયોગિક ભાવનાનું કારણ છે એમ પૂર્વે ૧૯૪૭મી ગાથામાં કહ્યું છે, છતાં અહીં કેમ કહ્યું? ઉત્તર :- (મમrfમનિસા વાચિંગ) નિમિત્તને અભિમાનની તીવ્રતાથી કહેવામાં આવે તો તે આસુરીભાવનાને કરે છે. કારણ કે તીવ્ર અભિમાનથી નિમિત્તનું કથન આસુરી ભાવનાના અભ્યાસરૂપ છે. તીવ્ર અભિમાન વિના નિમિત્તનું કથન આભિયોગિકી ભાવનાને કરે છે. (૧૬૫૨)
નિષ્ણુપને કહે છે :કોઈ (શરીર વગેરે) વસ્તુમાં આસક્ત બનીને, સ્થાવર વગેરેને અજીવ માનીને ચાલવું,