________________
પાંચ પ્રકારની કુભાવનાઓ
થુંકવું, મંત્ર આદિથી બાંધવું = રૂકાવટ કરવી, આ બધુંય કૌતુક છે. (૧૬૪૩)
ભૂતિકર્મોને કહે છે :
૩૦૫
(વિદ્યાથી મંત્રિત) ભસ્મથી, ભીનીધૂળથી કે સુતરના દોરાથી ચારે બાજુ વીંટવું (=ગોળ કુંડાળો કરવો) એ ભૂતિકર્મ છે. શા માટે ભૂતિકર્મ કરે ? એ કહે છે :- આ ભૂતિકર્મ ચોર વગેરેના ઉપદ્રવોથી મકાન, શરીર અને ઘરવખરીના રક્ષણ માટે અભિયોગ = વશીકરણ છે. તે કરવાથી તે કરનારના મકાન વગેરેની રક્ષા થાય છે. માટે ભૂતિકર્મ કરે છે. (આદિ શબ્દથી તાવ ન આવે વગેરે સમજવું.) (૧૯૪૪)
પ્રશ્નનું સ્વરૂપ કહે છે :
દેવતા વગેરેને પૂછવું એ પ્રશ્ન છે, અથવા પોતે અને ત્યાં રહેલા બીજાઓ પણ પ્રસ્તુત (કોઈ) વસ્તુને જુએ તે પ્રશ્ન છે. પ્રસ્તુત વસ્તુને ક્યાં જુએ ? તે કહે છે :- અંગુઠામાં, કંસાર વગેરેના ભક્ષણથી એંઠા થયેલા પટમાં, આરિસામાં, તલવારમાં, પાણીમાં, ભીંતમાં અને મીંઢળ વગેરેમાં પ્રસ્તુત (કોઈ) વસ્તુને જુએ.
અથવા અહીં ડ્ડા એ પાઠના સ્થાને ા એવો પાઠ છે. તેનો અર્થ આ પ્રમાણે છે :ગુસ્સે થયેલ અથવા પ્રશાંત પુરુષ તેવા પ્રકારના કલ્પવિશેષથી જે જુએ તે પ્રશ્ન છે. (૧૬૪૫) પ્રશ્નાપ્રશ્નને કહે છે :
આ પ્રશ્નાપ્રશ્નનું સ્વરૂપ આ પ્રમાણે છે :- સ્વપ્રમાં વિદ્યા (=વિદ્યાની અધિષ્ઠાત્રી) દેવીએ પોતાને કહેલું શુભ જીવન વગેરે પૂછનારને કહે તે પ્રશ્નાપ્રશ્ન છે, અથવા ઇક્ષણિકા એ દૈવને જાણનારી અને કહેનારી (જોગિણી) છે, લોકમાં તે ડોંબી તરીકે પ્રસિદ્ધ છે. (તેનો ઘંટિકાયક્ષ કુલદેવતા છે.) ઘંટડીમાં રહીને ઘટિકાયક્ષે કહેલું પૂછનારને કહે તે પ્રશ્નાપ્રશ્ન છે. (૧૬૪૬)
નિમિત્તને કહે છે :
કાલભેદથી અતીત, વર્તમાન અને ભવિષ્ય એમ ત્રણ પ્રકારનું નિમિત્ત છે. નિમિત્તના અતીત વગેરે ત્રણ વિષયો હોવાથી ત્રણ ભેદ છે. લોકમાં આ નિમિત્ત અધિકરણ અને અનધિકરણની વ્યાખ્યાથી શુભ અને અશુભ એમ બે પ્રકારે છે, અર્થાત્ જે અધિક૨ણસહિત છે તે અશુભ છે, જે અધિકરણરહિત છે તે શુભ છે. (૧૬૪૭)
રસ, ઋદ્ધિ અને સાતા એમ ત્રણ ગૌ૨વ માટે ભૂતિકર્મ વગે૨ે કરનાર સાધુ આભિયોગિક કર્મ બાંધે. આ કર્મના ઉદયથી અનિચ્છાએ પણ દેવ વગેરેની આજ્ઞા પ્રમાણે