________________
૩૦૪
પાંચ પ્રકારની કુભાવનાઓ આ પ્રમાણે સાધુઓનો અવર્ણવાદ છે.
સાધુઓ (પોતાના નિમિત્તે) બીજાને સંતાપ થવાના ભયથી પરાભવ વગેરે સહન કરતા નથી. (નહિ કે પરાભવ સહન કરવાનો સ્વભાવ નથી માટે.) ઈસમિતિ આદિના પાલન, માટે ધીમે ધીમે ચાલે છે, (નહિ કે લોકરંજન માટે.) અસંયમની અપેક્ષાએ કડક હોય છે, (નહિ કે સ્વભાવથી.) કષાયો અલ્પ હોવાથી રુટ-તુષ્ટ બનતા નથી, બને તો પણ ક્ષણવાર જ બને છે, (નહિ કે અનવસ્થિતચિત્તના કારણે.) ગૃહસ્થો ધર્મને સ્વીકારે એ માટે ગૃહસ્થો પ્રત્યે વાત્સલ્યભાવ રાખે છે, (નહિ કે ખુશામતથી.) ઉપકરણો ન હોય તો પરલોકની સાધના ન થઈ શકે માટે ઉપકરણોનો સંગ્રહ કરે છે, (નહિ કે આસક્તિથી.) (૧૬૪૦)
માયાવીનું સ્વરૂપ કહે છે :
પોતાના ગુણાભાવરૂપ અશુભ સ્વભાવને (દોષોને) છુપાવે, માયારૂપ દોષથી બીજાના વિદ્યમાન પણ ગુણોને છુપાવે, સ્વચિત્તના દોષથી ચોરની જેમ બધા પ્રત્યે “અમુક અમુક મારા માટે આમ બોલશે તો ?' ઇત્યાદિ રીતે શક્તિ રહે, સર્વ વિષયમાં છૂપી પ્રવૃત્તિ કરે, આવો જીવ માયાવી છે. (૧૯૪૧)
કિલ્બિષિકી ભાવના કહી, હવે આભિયોગિકી ભાવના કહે છે :
જે ઋદ્ધિ-રસ-સાતા ગૌરવવાળો બનીને કૌતુક, ભૂતિકર્મ, પ્રશ્ન, પ્રશ્નાપ્રશ્ન અને નિમિત્તનો અભ્યાસ કરીને તેનાથી આજીવિકા ચલાવે, તે આભિયોગિકી ભાવના કરે છે. કૌતુક વગેરેનો અર્થ નીચેની ગાથાઓમાં કહેશે. (૧૬૪૨)
કૌતુક દ્વારનો વિશેષ અર્થ કહે છે -
બાળકને (રક્ષા માટે) સ્નાન કરાવવું, (શાંતિ આદિ માટે) અગ્નિમાં હોમ કરવો, માથે હાથ ફેરવીને મંતરવું વગેરે, (અહીં આદિ શબ્દ પોતાના બીજા અનેક ભેદોને જણાવનાર છે.) તેવા પ્રકારના રોગને શમાવવા (અગ્નિમાં મીઠું નાખવા રૂ૫) ક્ષારનાં દહનો કરવાં, તેવા પ્રકારના દ્રવ્યોના યોગથી મિશ્રિત ધૂપ કરવો, સ્ત્રી આદિને અનાર્ય વગેરેનો વેષ પહેરાવવો, (મંત્રાદિના) પ્રભાવથી વૃક્ષાદિને હલાવવા, અનિષ્ટની શાંતિ માટે થુંકથી
૧. બુ. ક. ભા. ગા. ૧૩૦૯ની ટીકામાં નિષ્ઠીવન થથરમ્ એવો પાઠ છે, જ્યારે અહીં તેનુનિકીવનાધુરમ્ એવો પાઠ છે. જેમ ઉપસર્ગ પૂર્વક નમ્ ધાતુથી ગમતાપુ એવો શબ્દ બને છે, તેમ તેનું ધાતુ ઉપરથી તેનુ શબ્દ બને. તેનું ધાતુનો અર્થ “ચોરવું' એવો છે. એથી તેનુક એટલે ચોર. અહીં જો એ અર્થ અભિપ્રેત હોય તો ચોરની જેમ ગુપ્તપણે થુંકથી થુંકવું એવો અર્થ થાય. અથવા બીજો કોઈ અર્થ ઘટી શકે તો ઘટાડવો.